વિશ્વની સૌથી મોટી લોકશાહી માં ધરાવતા ભારતમાં કુલ વસ્તીના ૬૦ ટકા સુધી લોકો ગ્રામ્ય વિસ્તાર અને તેમાં પણ કૃષિ પ્રવૃત્તિ પર નિર્ભર છે અર્થતંત્ર અને વૃદ્ધિદરનો આધાર પણ કૃષિ ઉત્પાદનને ગણવામાં આવે છે દેશના અર્થતંત્ર પાંચ મિલિયન અમેરિકન ડોલર સુધીનું કદ આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાની આધારશીલા ખેતી ને ગણવામાં આવી છે સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના અભિયાનમાં પણ પાયાથી માળખાગત સુવિધાઓ ઉભી કરવાથી લઈને ખેતી અને ખેડૂત વધુ સમૃદ્ધ બનાવવા માટે સરકારે વર્તમાન ચોમાસુ સત્રમાં કૃષિ વિધાયક પસાર કરીને ખેતીને એક નવી દિશા આપવાનું પ્રયાણ કર્યું છે અલબત્ત સરકારના પ્રયાસોને રાજકીય દૃષ્ટિબિંદુથી મૂલવીને દેશના મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા તેને કૃષિ અને કૃષિકાર વિરુદ્ધ જણાવ્યું છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, એ પી એમ સી એક્ટ્ટ, આવશ્યકતા નથી તેલીબિયાં કઠોળ અનાજ અને મુક્તિ જેવી જોગવાઇઓ ખેતીને અને ખાસ કરીને ખેતીના વ્યવસાયને વધુ સવલત રૂપ બનાવવાના ઇરાદે કરાયો હોવાની સરકારે સ્પષ્ટતા કરી છે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માં ખેડૂતોની જમીન માલેતુજારો નેહ વાલે થઈ જશે તેવી દેહસત અંગે કેન્દ્ર સરકારે ખેડૂતોને કાયદાની જોગવાઈ પરિસ્થિતિ સમજાવવા અભિયાન હાથ ધર્યું છે કોન્ટેક્ટ ફાર્મિંગ માં ક્યાંય જમીન નો ઉલ્લેખ જ નથી વિભાજિત ખેતી ની સમસ્યા નિવારણ અને ખેડૂતોના કલસ્ટર ના માર્ગ મોકળો કરતી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ની જોગવાઈ થી નાના ખેડૂતો સામૂહિક રીતે પોતાનો ઉત્પાદન ખેતી અને વેચાણની પ્રવૃત્તિઓમાં એકજૂથ થઇ શકશે અને વેપાર વ્યવહારમાં ઉભી થતી વિસંગતતા અને વિવાદો નો ઉકેલ કાયદાકીય ધોરણે આવે તેની જોગવાઈ કરવામાં આવી છે આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી કઠોળ તેલીબિયાં અને અનાજને દૂર કરીને સરકારે ખેડૂતોને મુક્ત વેપાર ની તક અને નાના મોટા વેપારીઓ ને પોતાની જરૂરિયાત મુજબનો માલ રાખવાની છૂટ આપીને ખેડૂતોને લાભ આપવાનો પ્રબંધ કર્યો છે આ જ રીતે એપીએમસી એક્ટ મા સુધારો કરીને ખેડૂતોને પોતાની રીતે ગમે તેને માલ વેચવા ની વધારાની સવલતો આપી છે માર્કેટિંગ યાર્ડમાં સતી હરાજીને પણ ચાલુ રાખવામાં આવી છે આ નવી વ્યવસ્થાથી ખેડૂતો પોતાનો માલ પોતાની મરજી મુજબ પોતાના ખેતરે થીજ ગમે તેને આપી શકશે કૃષિ વિધેયકના આ ત્રણેય સુધારાઓ ખેતી અને ખેડૂત ને ભારરૂપ બનવાના બદલે તેને વધુ આધુનિક સુવિધા સભર અને વ્યવહારુ બનાવવા માટે કરવામાં આવ્યા હોવાનું સરકારે સાથી પક્ષો ઉપરાંત ખેડૂતોને માહિતગાર કરવાનો જે અભિયાન હાથ ધર્યું છે તે ખરેખર સમયનો તકાજો ગણી શકાય.
Trending
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો
- રોજ 100 સિગારેટ પીતા શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડ્યું,જાણો દિવસમાં 1 સિગારેટ પીવાથી પણ શરીર પર શું અસર થાય
- ખિલજીનો હુમલો અને રાજકુમારીઓનો જૌહર ઈતિહાસ પણ કચ્છનો આ કિલ્લો ભૂલી ગયો
- શું તમે લીખ-જૂથી પરેશાન છો..?
- સૂતી વખતે પગમાં ‘નસ’ ચડી જાય છે તો…
- ભારતીય હાઈ કમિશને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિંદુઓ પરના ‘અત્યંત નિરાશાજનક’ હુમલાની નિંદા કરી
- વિશાખા નક્ષત્રમાં સૂર્યના સંક્રમણને કારણે 3 રાશિઓનું ભાગ્ય બદલાશે
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આકસ્મિત લાભ થાય,મુશ્કેલીમાં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.