કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના હસ્તે નગર પીપળીયા ખાતે રૂા. ૨ કરોડ ૨૦ લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
રાજકોટ ખાતે થઇ રહેલી ૨૬મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયાનાં હસ્તે લોધિકા તાલુકાના નગરપીપળીયા ગામેપ્રાથમિક આરોગ્યકેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ચેરમેન એસરકારના હેલ્થ અને વેલનેસના ક્ધસેપ્ટ સમજાવતા કહ્યુ હતુંકે, સરકાર વિવિધ આરોગ્યલક્ષી યોજના ઓથકી લોકોના આરોગ્યની ચિંતા કરે છે. ગુજરાતમા આરોગ્ય સુવિધાનું ચિત્ર બદલાઈ રહ્યું છે. દરેક ગામ ડિજિટલ તેમજ તમામ સુવિધાઓથી સજ્જથ થઈ રહ્યા છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી બીમાર નથવા તેમજ તંદુરસ્ત રહેવામાટે શું તકેદારી રાખવી તેની માહિતી મળશે.
ચેરમેન એઆરોગ્યની વિવિધ સુવિધાની વિસ્તૃત છણાંવટ કરતા જણાવ્યું હતું કે,આરોગ્યને લગતી બાબતોમાં સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે. જેનાં કારણે માતા મૃત્યુદર તેમજ બાળમૃત્યુદરમાં ઘટાડો થયોછે. ભારત સરકારની અને કયો જનાઓ જેવીકે, બાલ અમૃતમ યોજના, આયુષમાન ભારતયોજના થકી દેશને સ્વસ્થ અને સુખી બનાવવાની નેમ છે. વડાપ્રધાન નરેન્દ્રમોદી એયોગને ઘર ઘરસુધી પહોંચાડી સ્વસ્થ અને તંદુરસ્ત ભારતના નિર્માણને વેગ આપ્યો છે.
કાર્યક્રમ માંસી.ડી.એચ.ઓ. ડો. મિતેશ ભંડેરી એસ્વાગત પ્રવચન આપ્યું હતુ. ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તથા તાલુકા પંચાયત પ્રમુખ હરિશ્ચંદ્રભાઇ જાડેજાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં વલ્લભભાઈ કથિરિયાના હસ્તે ગુજરાત સરકાર દ્વારા આરોગ્યના ક્ષેત્રે ફરજ બજાવતી ૩ સંસ્થાઓને કાયા કલ્પ એવોડ રઆપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા, ગુણવત્તા સભરસેવા, લોકોની સ્વસ્થતા અને લોકો પ્રતિ ભાવને ધ્યાને લઈને આ એવોડ રઆપવામાં આવે છે. જેમાં જિલ્લા કક્ષાના એવોર્ડ મેળવનાર પ્રથમ સંસ્થા ખીરસરાપી.એચ.સી. , દ્વિતીય ગઢકાપી.એચ.સી. અને તૃતીય વિયાપી.એચ.સી.ને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આર.ડી.ડી. આર.સી.મહેતા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, લોધિકાના મામલતદાર જે.આર.હિરપરા, લોધિકા તાલુકા વિકાસ અધિકારી મીરા બેનસોમપુરા, આર.ડી.સી.બેંકના ડાયરેક્ટર બકુલસિંહ જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉમેશભાઈ પાંભર, રાજકોટ-લોધિકા સંઘના ઉપપ્રમુખ મનસુખભાઇ સરધારા, નાગરપીપળીયાના સરપંચ કમલેશભાઈ સાકરીયા, કયુ.એમ.ઓ.ડો.પી.કે.સિંઘ, ઇ.એમ.ઓ.એન.એમ.રાઠોડ, આર.ડી.ડી.ડો.રૂપાલીબેન મહેતા તેમજ મોટી સંખ્યામાં ગામના નાગરિકો ઉ૫સ્થિત રહયા હતા.