કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું: જૂનમાં મર્જર અંગે લેવાયો હતો નિર્ણય
જાહેર ક્ષેત્રોની બેંકના એકીકરણની કામગીરી ઝડપથી આટોપવા એટલે કે પૂર્ણ કરવા કેન્દ્ર સરકારે હિમાયત કરી છે.
સરકારી સૂત્રોએ જણાવ્યુઁ હતું કે – જાહેર ક્ષેત્રની બેંકોના મર્જર એટલે કે એકીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારના સંબંધકર્તા વિભાગોને ઝડપથી મર્જરની પ્રક્રિયા આટોપવા ઉચ્ચ કક્ષાએથી સૂચના આપી દેવામાં આવી છે.
કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલીએ જણાવ્યું હતું કે ગત જૂન માસમાં પબ્લિક સેકટરની કેટલીક બેંકોના મર્જર વિશે નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારથી જ સંબંધીત વિભાગોને સક્રિય કરી દેવામાં આવ્યા હતા. હવે આ સક્રિયાને ઝડપી બનાવી દેવામાં આવશે. કેમ કે મર્જરનું કામ ઝડપથી આટોપવાનો નિર્ણય એ સમયની માંગ છે. ઉલ્લેખનીય છે કે જુન માસથી હમણાં સુધી મર્જર અંગે કોઇ જ મહત્વની માહીતી બહાર પાડવામાં આવી ન હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે આઇ.ડી.બી.આઇ. બેંકમાં પ૧ ટકા થી નીચે હિસ્સો લઇ જવા સરકાર ઉત્સુક છે. મર્જર અંગેની યોજના બારામાં કેબીનેટની મંજુરી લેવામાં આવી છે. સીન્ડીકેટ બેંક, કેનેરા બેંક, વિજયા બેંક અને દેના બેંકે રજુ કરેલા ત્રિમાસિક પરિણામ અહેવાલો બાદ મર્જરની પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખાનગી બેંકો અને જાહેર ક્ષેત્રોની બેંકો વચ્ચેની તીવ્ર ગળકાપ હરીફાઇ બાદ અને ત્રિમાસિક પરિણામોના અહેવાલો બાદ મર્જરની તીવ્ર જરુરીયાત ઉભી થઇ છે. આ સિવાય અન્ય કોઇ મુદ્દાઓ નથી તેમ અંતમાં નાણામંત્રીએ જણાવ્યું હતું.