- ચોમાસુ નબળુ રહેશે તેવા ભયની અસર તળે સરકારે પણપાણી પહેલા પાળ બાંધવાનું શરૂ કરી દીધું
ભર ઉનાળે ધોમધખતા તાપની સિઝનમાં આપણા પશ્ચિમ ભારતનાં ગુજરાત, રાજસ્થાન તથા મહારાષ્ટ્રનાં મોટાભાગનાં વિસ્તારોમાં વા‘ઝડી, વંટોળ અને વરસાદ સાથે બરફનાં કરાં પડે, એકવાર નહી, દોઢ મહિનાનાં ગાળામાં બે-ચાર વાર માવઠાં થાય તો સ્વાભાવિક રીતે જ કûષિપેદાશોની હાલત ખરાબ થાય. આ સાથે જ આગામી ચોમાસાની નિયમિતતા સામે સવાલ ઉભા થાય..! આમ તો આપણે ત્યાં દેશના હવામાન ખાતા દ્વારા એપ્રિલ મહિનામાં જ આગામી ચોમાસાની સ્થિતી અંગે વરતારો આપવામાં આવે છે. સાથે જ સ્કાયમેટ જેવી ખાનગી એજન્સીઓ પણ પોતાનાં વરતારા આપતી હોય છૈ. પરંતુ આ વખતે આ બન્ને એજન્સીઓ વચ્ચે કુતરૂં તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી જેવા ઘાટ ઘડાયા છે. સ્કાયમેટે ચેતવણી આપી દીધી છે કે આગામી ચોમાસુ વરસાદની ખેંચ વાળું રહેશે. જ્યારે હવામાન ખાતું ચોમાસુ સામાન્ય રહેવાનો વરતારો આપે છે. સાથે જ દબાતા સૂરે પાછળનાં સમયગાળામાં અલ નિનો ની અસર રહેવાની ચિંતા પણ વ્યક્ત કરે છે. મતલબ કે આગામી ચોમાસું નબળું રહી શકે છે.
આ એક એવો સમયગાળો છે જ્યારે વિતેલા વર્ષમાં વિશ્વનાં ઘણા દેશોમાં અનાજ, કઠોળ, ખાદ્યતેલો, તથા અન્ય કûષિપેદાશોનાં ઉત્પાદન ઘટ્યા હતા. નસીબ જોગે ભારત પાસે કઠોળ અને ઘઉંનો બફર સ્ટોક સારો હતો તેથી આપણે ટકી ગયા છીએ. પરંતુ આજે આ બફર સ્ટોક છેલ્લા છ-સાત વર્ષનાં તળિયે છે. જેને ફરી સંતુલિત કરવા માટે રવિ સિઝનનાં પ્રારંભથી જ ઘઉં, ચણા તથા અન્ય રવિ સિઝનની જણસીની મોટા પાયે ખરીદી શરૂ કરી છે. બાકી હોય તો આ અલ નિનોની સંભાવનાનાં સમાચાર આવ્યા છે તેથી સરકારને વિશેષ આયોજન કરવું પડશે.
ભારત જ નહી, વિશ્વની મોટાભાગની એજન્સીઓઐ આગામી ચોમાસામાં અલ નિનોની 60 ટકા સુધીની સંભાવના વ્યક્ત કરી છે. જેના કારણે ઉત્પાદન ઘટવાથી માંડીને, આવશ્યક ચીજોનાં ભાવ અને મોંઘવારી વધવા ઉપરાંત મહામંદીનાં સંજોગો સર્જાઇ શકે છે.આ વૈશ્વિક ચેતવણીના કારણે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા તૈયાર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર FAO, OCHA, WMO A“¡ IASC સહિતની વૈશ્વિક એજન્સીઓ આગોતરાં આયોજનમાં લાગી ગઇ છે. કારણ કે વિશ્વમાં ભારત કરતા પણ નબળી આર્થિક સ્થિતી ધરાવતા દેશો છે જેમને આ પહેળાનાં દુષ્કાળનાં સમયમાં ભુખમરાનો સામનો કરવો પડ્યો હતો. અલ નિનો અને લા નિના કુદરતી સંયોગો સાથે નિમાર્માણ પામતા હોય છે. જ્યારે પેસેફિક મહાસમુદ્રમાં સપાટીની નીચે પાણી ગરમ થાય ત્યારે કુદરતી અનિયમિતતા જોવા મળે છે. આ પેસેફિક મહાસાગરમાં પાણી ગરમ થાય ત્યારબાદ આવનારા ભારતનાં ચોમાસામાં વરસાદ અનિયમિત રહેવાની શક્યતાઓ વધી જાય છે. અનુભવનામ આધારે નિષ્ણાંતો તારણ ઉપર આવ્યા છે કે દર બે થી સાત વર્ષે એકવાર પેસેફિક મહાસાગરમાં અચાનક પાણી ગરમ થાય છે. જો કે દર વખતે અલ નિનો દુષ્કાળ લઇને જ આવે તેવું નથી. છેલ્લા બે દાયકામાં એટલે કે 2001 થી 2020 ના સમયગાળામાં ભારત સામે 2003, 2005, 2009, 2010, 2015, 2016 ના વર્ષમા અલ નિનોની પરિસ્થિતી સર્જાઇ હતી જેમાંથી કûષિપેદાશોના ઉત્પાદન ઘટે અને પાણીની ખેંચ પડે તેવા સંજોગો ત્રણેક વાર જ ઉભા થયા હતા.
2015 અને 2016 માં અલ નિનોની સ્થિતીનાં કારણે વિશ્વનાં 23 દેશોમાં આશરે છ કરોડ લોકોને યાતના ભોગવવી પડી હતી. તેથી જ આ વખતે સંયુક્ત રાષ્ટ્રોની એજન્સી આ દેશો સાથે ફુડ સિક્યોરીટીનાં મામલે અત્યારથી આયોજન કરી રહી છે.આ એક આગોતરૂ આયોજન છે જે ભારત પણ કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં ટેકનાં ભાવે આશરે 200 લાખ ટન ઘઉંની ખરીદી કરી લીધી છે. જે ગત આખી સિઝનમાં થયેલી 188 લાખ ટનની ખરીદી કરતા પણ વધારે છે. સાથે જ ચોખાની 354 લાખ ટનની ખરીદી થઇ છે. ઘઉંની સરકારી ખરીદી પુરબહાર ચાલી રહી છૈ ઘઉં તથા ચોખાની કુલ 510 લાખ ટનની ખરીદી થઇ ગઇ હોવાથી હવે સરકારનો બફર સ્ટોક સંતોષકારક જણાવાય છે. કદાચ સરકાર જુન મહિના સુધી ખરીદી ચાલુ રાખશે. આજ રીતે ચણાની સરકારી ખરીદી 10 લાખ ટનથી વધારે થઇ ચુકી છે. જે 25 લાખ ટન સુધી જઇ શકે છે. આમ માથે ચૂંટણીઓ હોવાથી સરકાર પાણી પહેલા પાળ બાંધવા માંડી છે. ખેર આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આ વખતે શ્રાવણ મહિનો અધિક માસ છે. એટલે ચોમાસુ લંબાય તે સ્વાભાવિક છૈ. તેથી આ વખતે આસો મહિનો ઓક્ટોબર માં આવશે. અને દિવાળી નવેમ્બરમાં! આને કહેવાય અધિક માસમાં દુકાળ..!