મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શ્રીમદ્ રાજચંદ્ર જન્મસ્ળની મૂલાકાત લઇ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું કે, શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનમાંથી પ્રેરણા લઇને રાજ્ય સરકાર સંવેદનશિલતા સો લોક કલ્યાણકારીતાના કાર્ય હાથ ધરશે. પૂ. મહાત્માં ગાંધીના આધ્યાત્મ ગુરૂ શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા રચાયેલા પદો દરેક માનવી માટે પવિત્ર જીવન જીવવાનો સંદેશો આપે છે. જેને આપણા જીવનમાં ઉતારવા પ્રયાસો કરવા જોઇએ.

મુખ્યમંત્રીએ મોરબી જિલ્લાના માળીયા તાલુકાના વવાણીયા ખાતે આવેલ શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ ભવનમાં શ્રીમદ્ રાજચંદ્રના જીવન કવનનું પ્રદર્શન શ્રધ્ધાપૂર્વક નિહાળ્યુ હતું તા ઉપાશ્રય, ગુરૂમંદિરની મુલાકાત લીધી હતી. તેમજ સ્વાધ્યાય હોલમાં ચાલતા આધ્યાત્મિક જ્ઞાનવાણીનું શ્રવણ કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ ભવનમાં આવેલ જિનેશ્વર મંદિર તેમજ દિગ્મબંર મંદિરમાં દર્શન પૂજન કર્યા હતા.

મુખ્યમંત્રી રૂપાણીએ ત્યારબાદ શ્રીમદ્ રાજચંદ્રજીએ જે સ્થળે ૯૦૦ ભવની અનુભૂતિ થઇ હતી તે સ્ળ-જ્ઞાનમંદિરની મૂલાકાત લઇ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરી હતી. મુખ્યમંત્રી રામબાઇ મંદિરની મુલાકાતે આવી પહોચતા સ્થળ ઉપર સંતોએ શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતું.મુખ્યમંત્રીશ્રીએ નર્મદા સરોવરની યાત્રાએ જઇ આવેલ ગામ્ય મહિલાઓનુ શિલ્ડ અર્પણ કરી સન્માન કર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રીમદ્ રાજચંદ્ર ભવન આવી પહોચતા દ્રસ્ટી ભરતભાઇ મોદી તેમજ બટુકભાઇ શાહે, ઉદ્યોગપતિ દિલુભા જાડેજા,  નવિનભાઇ નાયક વગેરે સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ તેઓએ મુખ્યમંત્રીને ભૂવનની મૂલાકાત કરાવી તમામ સ્ળોની માહિતી પુરી પાડી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વવાણીયા હેલીપેડ ખાતે આવી પહોંચતા સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો કાંતિભાઇ અમૃતીયા, બાવનજીભાઇ મેતલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રધુભાઇ ગડારા, જિલ્લા ભાજપ અગ્રણીઓ, ડી.આઇ.જી ડી.અન.પટેલ, કલેકટર આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જી.ખટાણાએ પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભર્યુ સ્વાગત કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.