ગુજરાત સરકાર દ્વારા રૂા.૨૦ લાખથી વધુ ટર્નઓવર ધરાવતા તમામ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવશે

જીએસટી અમલ બાદ રાજ્યની આવકમાં ગાબડાં પડવાની શક્યતાઓ જોતા હવે સરકારે બે છેડા ભેગા કરવા ગુજરાતમાં જીએસટીનો વ્યાપ વધારી હજું પણ અનેક ધંધાર્થીઓ જીએસટી હેઠળ રજીસ્ટર થયા નથી. તેઓને આવરી લેવા માટે સરકાર વ્યાપક ઝુંબેશ શરુ કરવા જઈ રહી છે. જેમાં ચા, પાનના ધંધાર્થીઓ,તબીબો, ગેરેજ અને બ્યુટી પાર્લર તેમજ હેરડ્રેસરોને પણ જીએસતીના સંકજામાં લેવા તૈયારી આરંભી છે.
ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ૨૦ લાખના ટર્નઓવરના જીએસટીના માપદંડ મુજબ આ રકમથી જેઓનું વાર્ષિક ટર્નઓવર વધુ હોય તેઓને જીએસટી હેઠળ નોંધણી કરાવીને તે બાદ તેઓને રીટર્ન ફાઈલ કરવા ફરજ પાડવામાં આવશે. રાજયમાં સર્વિસ ઈન્ડસ્ટ્રીઝનો વ્યાપ વધી રહ્યો છે પણ હજું ૨૦ ટકા જ ધંધાર્થીઓના આ પ્રકારના એકમો નોંધાયેલ છે. રાજય સરકાર હવે વધુ ને વધુ એકમોને જીએસટી હેઠળ આવરી લેવા યોગ્ય હોય તેને રજીસ્ટ્રેશન માટે જણાવાશે.
હાલ રાજયમાં ૫.૮ લાખ એકમો વેટમાંથી જીએસટીમાં માઈગ્રેશન થયા છે અને નવા ૩.૮૪ લાખ નોંધાતા કુલ ૮.૮૪ લાખ એકમો આ સીસ્ટમ હેઠળ છે.
જીએસટીને એક વર્ષ થતા હવે હાલના નોંધાયેલા એકમો આ સીસ્ટમ સાથે તાલ મીલાવવા લાગ્યા છે. ઉપરાંત સરકારે રૂા.પાંચ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનારને ત્રિમાસિક રીટર્નની જોગવાઈ કરતા નાના એકમો પરનો મોટો બોજો હળવો થયો છે. રાજયમાં પ્રોફેશનલ સેવા આપતા એકમો વધી રહ્યા છે અને તેઓ જીએસટી રજીસ્ટર ડીલર્સને પણ વેચાણ કરે છે અથવા સેવા આપે છે જેથી આ પ્રકારે અનરજીસ્ટર એકમોની સેવા ડીલીવરીએ જીએસટીમાં કરચોરીનું સાધન બની ગયું છે અને પછી સરકાર હવે જીએસટી આવક પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે.
આ સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા આવનાર દિવસોમાં જીએસટીની કારણે ઘટેલી આવક સરભર કરવા માટે ચા, પાન, ગેરેજ, હેરડ્રેસર સહિતના નાના ધંધાર્થીઓ કે જેનું ટર્ન ઓવર ૨૦ લાખથી વધુ છે તેઓને જીએસટીના સકંજામાં લેવા તૈયારી શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.