વિદ્યાર્થીઓને ટેલિકોમ ક્ષેત્રે પ્રશિક્ષણ આપવા માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવશે ત્રણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સેન્ટરો દેશની ટોપ શૈક્ષણિક સંસ્થાઓમાં ઊભા કરાશે
ટેકનોલોજી ક્ષેત્રે ભારત દેશ અવલ આવે તે માટે બજેટ 2023-24માં ટેકનોલોજી ની સાથે ટેલિકોમ ક્ષેત્રે પણ અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓને આમલી બનાવવાનું સરકારે નિર્ધાર કર્યો છે ત્યારે સમગ્ર ભારતમાં 5જી સેવાઓ સુચારું રૂપથી ચાલુ થાય તે માટે સરકાર 100 લેબોરેટરી ઊભી કરશે. જ નહીં ટેકનોલોજી અને ટેલિકોમ ક્ષેત્રે રોજગારી વિદ્યાર્થીઓને મળતી રહે તે માટે વિદ્યાર્થીઓને તાલીમ અને પ્રશિક્ષણ પણ આપવામાં આવશે સાથોસાથ દેશની ટોપ 3 શૈક્ષણિક સંસ્થાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ ઊભી કરાશે જે મુખ્યત્વે ખેતી, સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્ય કરશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ જાહેર કરતા જાહેરાત કરી છે કે સરકાર દેશભરમાં 5ૠ એપ્સ માટે 100 લેબ સ્થાપશે. આ લેબમાં 5ૠ સેવાઓ માટેની એપ્લિકેશન વિકસાવવામાં આવશે. આ ઉપરાંત આ લેબનો ઉપયોગ વિદ્યાર્થીઓને તાલીમ આપવા, નવીનતા અને સંશોધન અને પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે ઇન્ક્યુબેટર તરીકે કરવામાં આવશે. આ ઉપરાંત, નાણામંત્રીએ ભારતને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં આગેકૂચ આપવા માટે દેશમાં ત્રણ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની પણ જાહેરાત કરી છે.
ગયા વર્ષે ભારતમાં 5જી સેવાઓ શરૂ કરી હતી. ત્યારથી, આ સેવા દેશના ઘણા શહેરોમાં શરૂ કરવામાં આવી છે. હાલમાં દેશમાં માત્ર રિલાયન્સ જિયો અને એરટેલ ટેલિકોમ કંપનીઓ 5જી સેવા પૂરી પાડી રહી છે. એરટેલે દિલ્હી, મુંબઈ, વારાણસી, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, સિલીગુડી, કોલકાતા, પટના અને ગુરુગ્રામમાં 5ૠ સેવા શરૂ કરી છે. બીજી તરફ, ઉંશજ્ઞ એ દિલ્હી, મુંબઈ, પુણે, વારાણસી, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, સિલીગુડી, કોલકાતા, પાણીપત, નાગપુર, ગુરુગ્રામ અને ગુવાહાટીમાં જીઓ ટ્રુ સેવા શરૂ કરી છે.