ટેલિકોન કંપનીના શેરનો ભાવ 10 રૂપિયાએ સ્થિર થતા, સરકારને ભાગીદારીની ઓફર કરી
એક તરફ ભારત ડિજિટલ તરફ આગળ વધી રહ્યું છે હવે જૂજ સમયમાં જ સમગ્ર દેશ 5જી થી સુસજ્જ થઈ જશે. આ તકે દેવામાં ડૂબેલી વોડાફોન-આઈડિયા કંપનીમાં સરકારે હિસ્સેદારી એટલે કે ભાગીદારી નોંધાવી છે જેથી આવનારા સમયમાં કંપનીને કોઈ મોટું નુકસાન ન કરવું પડે. ત્યારે આ કાર્યવાહી ત્યારે કરી કે જ્યારે કંપનીના શેરનો ભાવ 10 રૂપિયાએ સ્થિર જોવા મળ્યો.
વોડાફોન આઈડિયાના શેરનો ભાવ 10 રૂપિયા પર સ્થિર થયા બાદ જ સરકારે દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપનીમાં ભાગીદારી કરશે. વોડાફોન આઈડિયાના બોર્ડે સરકારે 10 રૂપિયા પ્રતિ શેરની પર વેલ્યુએ ભાગીદારી ખરીદવાની ઓફર કરી છે. જે અંગે હાલ ચર્ચા અને વિચારણા પણ ચાલી રહી છે. અને આગામી દિવસોમાં આ અંગે મહત્વનો નિર્ણય આવે તેવી પણ પૂર્ણ શક્યતા સેવાઇ રહી છે.
સેબીના માપદંડ અનુસાર, અધિગ્રહણ પર વેલ્યુએ હોવું જોઈએ. વોડાફોન આઈડિયા લિમિટેડના શેરના ભાવ 10 રૂપિયા કે તેનાથી વધુ પર સ્થિતર થયા પછી ડીઓટી અધિગ્રહણને મંજૂરી આપશે. વોડાફોન આઈડિયાના શેર 19 એપ્રિલથી 10 રૂપિયાની નીચે છે. ગુરુવારે બીએસઈ પર શેર 0.82 ટકાના ઘટાડા સાથે 9.69 રૂપિયા પર બંધ રહ્યો હતો. જે બાદ સરકારે ભાગીદારી કરવા અંગે કંપનીને ઓફર કરી હતી.
નાણા મંત્રાલયે જુલાઈમાં વોડાફોન આઈડિયામાં ભાગીદારી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ત્યારે દેવામાં ડૂબેલી વોડફોન આઈડિયાએ બાકી 16,000 કરોડ રૂપિયાના બદલામાં સરકારને ઈક્વિટી ખરીદવાનો પ્રસ્તાવ આપ્યો હતો. કંપનીમાં સરકારની ભાગીદારી લગભગ 33 ટકા થઈ જશે, જ્યારે પ્રમોટરોની ભાગીદારી 74.99 ટકાથી ઓછી થઈને 50 ટકા સુધીજ સીમિત થશે. હાલની સ્થિતિને ધ્યાને લઇ જોવાનું એ રહ્યું કે અત્યારે અન્ય ટેલિકોમ કંપનીઓ 5જી સેવા પુરઝડપે આપવા માટે કમર કસી રહી છે.ત્યારે વોડાફોન આઈડિયા માટે આ સમય ખુબજ મહત્વપૂર્ણ છે, ત્યારે આ સમયમાં સરકાર કંપનીની વહારે આવતા નવા પ્રાણનો સંચાર થયો હોય તેવુ લાગી રહ્યું છે.
સરકારે ટેલિકોમ ઓપરેટર્સને વ્યાજની બાકી રકમને ઈક્વિટીમાં બદલી એજીઆરના બાકી રૂપિયાની ચૂકવણીનો વિકલ્પ આપ્યો છે. 30 સપ્ટેમ્બર, 2021 સુધી કંપનીનું કુલ દેવું લીઝની ચૂકવણીઓ સિવાય 1.94 કરોડ રૂપિયા હતું. આ રકમમમાં 1.08 કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમ ચૂકવણીની જવાબદારી અને 63,400 કરોડ રૂપિયાની એજીઆરની ચૂકવણી સામેલ છે. એપ્રિલ-જૂન 2022 ક્વાર્ટરમાં વોડાફોન આઈડિયાનું કુલ દેવું 1.99 કરોડ રૂપિયા હતું. જેમાં 1.16 કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમ ચૂકવણીની જવાબદારી અને એજીઆરની ચૂકવણી સામેલ હતી. 67,270 કરોડ રૂપિયા સરકારને આપવાના છે, જ્યારે બેંકો અને નાણાકીય સંસ્થાઓનું 15,200 કરોડ રૂપિયા દેવું છે.