બુધવારે મુખ્યમંત્રી વિજયભાઈ ‚રૂપાણીના હસ્તે આજી ઈન્ડસ્ટ્રીયલ એરીયા ખાતે આયોજીત લઘુ ઉદ્યોગ મેળાનું ઉદ્ઘાટન: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રહેશે ઉપસ્થિત
રાજકોટના આંગણે આગામી ૨૬ ી ૨૯ એપ્રીલ દરમિયાન લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેરનું એનએસઆઈસી ગ્રાઉન્ડ, આજી ઈન્ડસ્ટ્રીયલ એરીયા ખાતે જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૬ના સવારે ૧૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે લઘુ ઉદ્યોગ મેળાનો પ્રારંભ શે. આ પ્રારંભ બાદ ફેર ઉદ્યોગકારો માટે ખુલ્લો મુકાશે. જેમાં ચાર દિવસ દરમિયાન રાષ્ટ્રીય તજજ્ઞોના સેમીનારનું ખાસ આયોજન કરાયું છે.
આ લઘુ ઉદ્યોગ મેળાના ઉદ્ઘાટન સમારંભમાં એનએસઆઈસી ખાતે લઘુ ઉદ્યોગ ભારતીના પ્રયાસોી કાયમી ક્ધવેન્સશન સેન્ટર મળશે તેની સંભાવના છે. આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતમાં બનતી નવી જી.આઈ.ડી.સી.ની પોલીસીઓ નાના ઉદ્યોગકારો માટે આશિર્વાદ‚પ બનશે. આ માટે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા રાજય સરકારને પત્ર પણ પાઠવવામાં આવ્યો છે. તેમજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્રમાં સૌપ્રમ વખત સ્કીલ ડેવલપમેન્ટ માટે ઈન્ડો-જર્મન ટુલ ‚મ આકાર લઈ રહયો છે.
આ લઘુ ઉદ્યોગ મેળામાં દિવસે તા.૨૭ના રોજ સવારે ૯ ી ૧૨:૩૦ વાગ્યા દરમિયાન ઈન્ડસ્ટ્રીયલ એન્ડ એન્વાયરમેન્ટ પર સેમીનાર યોજાશે. બપોરે ૩ ી ૫ વાગ્યા દરમિયાન વેસ્ટર્ન રેલ્વેના ચીફ મટીરીયલ્સ મેનેજર આર.એલ. રાણાનો ખાસ વેન્ડર ડેવલપમેન્ટ ગાઈડન્સ પર વાર્તાલાપ યોજાશે.
કાર્યક્રમના ત્રીજા દિવસે સવારના ૧૦ ી ૧૨:૩૦ વાગ્યા દરમિયાન સ્વામી વિજ્ઞાનંદજી દ્વારા ડુઈંગ બીઝનેશ વી વર્લ્ડ હિન્દુ બિઝનેશ કોમ્યુનિટી નેટવર્ક પર વકતવ્ય આપશે. જયારે બપોર બાદ ૩ ી ૫ દરમિયાન ઉદ્યોગકારો માટે બીઝનેશ ડેવલપમેન્ટ પર ખાસ ચર્ચા કરાશે.
અંતિમ દિવસે તા.૨૯ના રોજ પણ સવારના સેશનમાં ‘એમએસએમઈ’ સેકટર પર વાર્તાલાપ શે જયારે બપોરના સેશનમાં કેન્દ્રીય કાપડમંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા ટેક્ષટાઈલ ઉદ્યોગ પર ઉપસ્તિ ઉદ્યોગકારોને માહિતી પ્રદાન કરશે.
વધુમાં હાલમાં એનએસઆઈસી ખાતે ઈન્ડો-જર્મન ‘ટુલ-‚મ’નું નિર્માણ શ‚ કરવામાં આવ્યું છે. ‚ા.૧૦ કરોડના ખર્ચે તૈયાર નારા આ ટુલ ‚મની વિશેષતા એ હશે કે, અહીં દેશની ભાવિ પેઢી કે જે એન્જીનીયરીંગ સો સંકળાયેલી હશે તેની રાષ્ટ્રીય તજજ્ઞો દ્વારા સ્કીલ ડેવલપમેન્ટની ખાસ તાલીમ અપાશે. જેના પરિણામે ભાવી પેઢી પોતાનો નાના ઉદ્યોગ પર ઘર આંગણે શ‚ કરી પગભર બની શકે.
લઘુ ઉદ્યોગ ભારતીના પ્રાંત પ્રમુખ હિતેન્દ્રભાઈ જોશી, ગણેશભાઈ ઠુંમર, હંસરાજભાઈ ગજેરા તેમજ કેતનભાઈ વસાએ તાજેતરમાં જ રાજય સરકારને પત્ર પાઠવી એવી વિનંતી પણ કરી છે કે, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જયાં પણ નવી જી.આઈ.ડી.સી. વિકસીત ાય ત્યાં નાના ઉદ્યોગકારો ખાસ સવલત આપી તેઓને જ‚રી મુજબ નાના પ્લોટ ફાળવવામાં આવે. તેમજ હાલમાં રાજયની તેમજ દેશની યુનિવર્સિટીમાંી અનેક એન્જીનીયરો બહાર પડી રહ્યાં છે. ત્યારે બેરોજગારી વધી રહી છે, જો આ બેરોજગારી ઘટાડવી હોય તો આવા યુવા એન્જીનીયરોને પ્રોત્સાહન આપી પોતે જ ક્ષેત્રમાં નિષ્ણાંત હોય તે ક્ષેત્રમાં આગળ વધવા નવી જી.આઈ.ડી.સી.માં ખાસ શેડ ફાળવી તે શેડના નાણા હપ્તા પધ્ધતીી વસુલવામાં આવે તો આવા એન્જીનીયરોને ઉદ્યોગક્ષેત્રે આગળ વધવાની વિશાળ તક મળે.
લઘુ ઉદ્યોગ મેળાની વિગતો આપવા હંસરાજભાઈ ગજેરા (ચેરમેન ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર), કેતનભાઈ વસા (વાઈસ ચેરમેન ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીયલ ફેર), ભવાનભાઈ ‚પાપરા (પ્રાંત સહપ્રમુખ લઘુ ઉદ્યોગ ભારતી), ગણેશભાઈ ઠુંમર (પ્રમુખ લઘુ ઉદ્યોગ ભારતી રાજકોટ), જયભાઈ માવાણી (કોષાધ્યક્ષ લઘુ ઉદ્યોગ ભારતી રાજકોટ), મીડિયાની જવાબદારી રાજેશ મહેતા તા સન એડના સુનિલ જોષી સંભાળી રહ્યાં છે.