રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું સ્નેહમિલન યોજાયું

મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતની ઉ૫સ્થિતિ

ઉદ્યોગકારોના પ્રશ્ર્નોના નિરાકરણ માટે રાજય સરકાર મદદ કરશે: રાજકોટ ચેમ્બરને પાંચ હજાર ચો.મી. જમીન ફાળવાશે

રાજકોટ ચેમ્બર્સ  ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું ભવ્ય અને ઝોજરમાન સ્નેહ મીલન યોજાયેલ જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મેયર બીનાબેન આચાર્ય, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ડે.મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, પૂર્વ ધારાસભ્ય ભાબુને બાબરીયા, ગ્રેટર રાજકોટ ચેમ્બરના સેક્રેટરી રાજુભાો દોશી, રાજકોટ એન્જીનીયરીંગ  એસો.ના પરેશ વાછાણી, શાપર એસો.ના ચેરમેન રમેશભાઇ ટીલાળા વગેરે મહમાનુભાવો ઉપસ્થિત રહેલ. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરેલ કે રાજકોટમાં પાંચ હજાર લોકો બેસી શકે તેવી ક્ષમતાનું ક્ધવેન્શન સેન્ટર બનાવવા માટે રાજય સરકાર જમીન આપશે. ચેમ્બર તેની લીડ લઇને બાંધકામ અને સંચાલન કરશે. ઉપરાંત રાજકોટ ચેમ્બરની આધુનિક અને ટેકનોલોજીથી સજજ કોર્પોરેટ ઓફીસ બનાવવા માટે સરકાર ચેમ્બરને પાંચ હજાર ચો.મી. જમીન ફાળવશે અને રાજયના ઉઘોગકારોને પડતી મુશ્કેલી ઓના તમા પ્રશ્ર્નોના નિરાકરણ માટે રાજય સરકાર તમામ મદદ કરશે.

uu 41

રાજકોટના વેપારી અને ઉઘોગકારો પ્લાનીંગ કરે લીડ લે અને રાજકોટ ચેમ્બર તેના માટે પ્રયત્નશીલ રહે સરકાર લાયસન્સ પ્રથા, ધંધાની સમય મર્યાદામાં છુટછાટ,રાત્રીના સમયે પણ વેપાર ઉઘોગ ધમ ધમે એ માટે તમામ છુટછાટ આપી છે. અને હરહંમેશ સરકાર ચેમ્બરને કોઇપણ પ્રશ્ર્ન માટે તમામ મદદ કરશે એવી ખાત્રી આપી હતી.

ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા ક્ધવેન્શન સેન્ટર, ચેમ્બરની ઓફીસ માટે જમીન અને વેપારીઓ અને ઉઘોગકારોના રોજબરોજ ના નીતી વિષયક પ્રશ્ર્નો માટે હકારાત્મક વલણની માઁગય કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.