મેડિકલ સાધનો માટે પણ ‘મેઈક ઈન ઈન્ડિયા’
લોકલ મેન્યુફેકચરીંગ ઈન્ડસ્ટ્રીનેબુસ્ટર ડોઝ મળશે
દેશમાં મેડિકલ સાધનોના ઉત્પાદન માટે હવે ભારતે આયાતી સાધનો ઉપર નિર્ધારીત નહીં રહેવું પડે. કારણ કે, સરકારે ભારતમાં જ મેડિકલ ડિવાઈસ ડેવલોપમેન્ટ કાઉન્સીલના નિર્માણની તૈયારી બતાવી છે. જેના અંતર્ગત મેડિકલ સાધનોના ઉત્પાદનોને પ્રોત્સાહિત કરી ભારતમાં જ મેડિકલ સાધનો બનાવવામાં આવશે. જેમાં લોકલ મેન્યુફેકચરોનો પણ સમાવેશ કરવામાં આવશે.
ઈન્ડસ્ટ્રીયલ પોલીસી અને પ્રમોશન વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ આ અંગે ઔપચારીક જાહેરાત કરવામાં આવશે. જેનાથી લોકલ મેન્યુફેકચરોને તેમજ મેડિકલ ઈન્ડસ્ટ્રીઝને બુસ્ટર ડોઝ મળશે. આ ઉપરાંત ગુજરાતમાં મેન્યુફેકચરીંગ બિઝનેશમાં રોકાણકારોને તક મળવાની સાથે પ્રોડકટની ગુણવત્તા પણ જળવાઈ રહે તેની તકેદારી લેવામાં આવશે.
વિશાખાપટ્ટનમમાં આગામી ૧૩ ડિસેમ્બરથી શરૂ થનાર વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશન ગ્લોબલ કોન્ફરન્સમાં મેડિકલ સાધનોના સ્થાનિક નિર્માણ માટે ભારતમાં જ કાઉન્સીલ ઉભી કરવા અંગેની જાહેરાત કરવામાં આવશે.
મેડિકલ સાધનોને પણ મેઈક ઈન ઈન્ડિયા અંતર્ગત આવરી લેવા સરકાર વધુ ગંભીર બની છે. ભારતમાં મેડિકલ સાધનોનું માર્કેટ ૧ હજાર કરોડનું છે. જેમાં કેટલાક અંશે આપણે આયાતી સાધનો ઉપર નિર્ધારીત છીએ.
ભારતનીકુલ જરૂરીયાતના ૮૦ ટકા સાધનો માટે ભારતે અન્ય દેશો પર આધાર રાખવો પડે છે. છેલ્લા કેટલાક સમયથી લોકલ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણો સુધારો આવ્યો છે માટે જો મેડિકલ સાધનોનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવે તો મેન્યુફેકચરીંગ ઈન્ડસ્ટ્રીઝને બુસ્ટર ડોઝ મળવાની સાથે ભારતનું કિંમતી હુંડીયામણ પણ બચાવી શકાય છે.