વાડ બનાવવા માટે ગુજરાત સરકારે ૨૦૦ કરોડ ફાળવ્યા

ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રાણીઓ સો ઓછામાં ઓછી હિંસા ાય તે માટે ખાસ પોલીસી ઘડવામાં આવી છે અને આ બાબતે સરકાર દ્વારા તકેદારી પણ રાખવામાં આવી છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ખેતરોમાં નિલગાય અને જંગલી સુવરનો ત્રાસ હોવાી ખેડૂતોને નુકશાન ાય છે તેમજ ઘણી વખત આ પ્રાણીઓને ભગાડવા માટે લોકો દ્વારા પણ પ્રયાસો તા વન્ય પ્રાણીઓને પણ નુકશાન ાય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ખેડૂતોના પાકને રક્ષણ મળે તે માટે ૯૭.૫૦ લાખ મીટર લાંબી વાડ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે સરકારે ૨૦૦ કરોડ ફાળવ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ગુજરાતના વન્ય પ્રાણીઓ બાબતે ચર્ચા-વિચારણા ઈ હતી. તેમજ ખેડૂતોના પ્રશ્ર્નોનો પણ વિચાર કરવામાં આવ્યો હતો. અવાર-નવાર ખેતરોમાં ઘુસી જતા આ વન્ય પ્રાણીઓના કારણે ખેડૂતોને નુકશાન પહોંચી રહ્યું હતું. ત્યારે સરકારે આ મુશ્કેલીને રોકવા માટે ૯૭.૫૦ લાખ મીટર લાંબી વાડ બનાવવાનો નિર્ણય કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.