• ગરબા પ્રેમીઓ માટે આનંદો
  • જ્યાં સુધી ગરબા રમવા હોય ત્યાં સુધી રમી શકાશે: ગૃહમંત્રીની જાહેરાતથી આયોજકો ખુશખુશાલ, પોલીસની જવાબદારી વધશે

ગરબા એ ગુજરાતની ઓળખ છે. આમ તો ગરબા તમામ સારા પ્રસંગોમાં રમાતા હોય છે. પણ જે ગરબાનો પર્વ છે તે નવરાત્રીમાં રાત્રીના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. તેવામાં હવે આ વર્ષે આખી રાત ગરબા રમવાની સરકાર છૂટ આપવાની હોવાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. જેને પગલે ગરબા રસિયાઓ અને આયોજકો ખુશખુશાલ બન્યા છે.

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. હર્ષ સંઘવીના જણાવ્યું કે, ખેલૈયાઓ જેટલાં વાગ્યા સુધી ઈચ્છે ગરબા રમી શકશે.

એક ખાનગી કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સવારે પાંચ વાગ્યા સુધી ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા રમી શકશે. ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા નહીં રમે તો ક્યાં રમશે? જોકે, હવે તો આખીય દુનિયામાં ગુજરાતીઓ ગરબે ઘૂમી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં તો નવરાત્રિની ઉજવણી ધૂમધામથી જ થાય ને. ગુજરાતીઓ તહેવારની ઉજવણી કરનારા લોકો છે. નવરાત્રિ ખુશીની ઉજવણીનો તહેવાર છે. લોકો એકબીજાને મળે છે, માતા અંબાની ભક્તિ કરે છે. આ ભક્તિ આ વર્ષે પણ એટલાં જ ઉત્સાહ અને આનંદ સાથે થશે. જોકે, હર્ષ સંઘવીએ આ વિશે વધુ વાત કરતાં જણાવ્યું કે, ટેક્નિકલ જે વિષય છે તેમાં હું વધારે ઉંડાણમાં નહીં જઉં, પરંતુ વરસાદ વચ્ચે પણ લોકો ઉત્સાહ પૂર્વક અને જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી રમી શકશે. ઉલ્લેખનીય છે કે મોડે સુધી ગરબા રમવાની મંજૂરી મળતા પોલીસની કામગીરી પણ વધી જવાની છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.