આગામી તા.૧લી મે સુઝલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત તળાવડા ઉંડા કરવાની કામગીરીમાં ૫૦ ટકા ખર્ચ સરકાર ભોગવશે

જળ સંચય માટે તળાવડા ઉંડા કરવા સરકાર સનિક સંસઓનો સા લેવા રૂ.૩૧૫ કરોડનો ખર્ચ કરશે. આગામી તા.૧ મેથી સુઝલામ સુફલામ જલ અભિયાન હેઠળ તળાવડા ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જિલ્લા કલેકટર અને ડીડીઓને સરકારે આ મુદ્દે આદેશ આપી દીધા છે.

જે સ્ળે તળાવડા ઉંડા કરવાના હશે ત્યાંની સનિક એનજીઓ તેમજ અન્ય બોડીને સરકાર કામગીરીનું ૫૦ ટકા વળતર ચૂકવશે. એકંદરે સરકાર તળાવડા બનાવવા પાછળ રૂ૧૫ કરોડનો ખર્ચ કરશે. સુઝલામ સુફલામ જળ અભિયાન હેઠળ એક મહિનાના સમયગાળામાં ચેકડેમ, તળાવડી સહિતના સ્ત્રોત ૭૪૫૯ કિ.મી. સુધી ઉંડા કરવા માટે રૂ.૪૭૭૧ કરોડ, મનરેગા હેઠળ જળ સંચય ૧૨૬૦૫ કિ.મી. કરવા ૧૬૫૧૧ કરોડ ૩૪ નદીઓને ફરી જીવંત કરવા ૬૪૫૮ કરોડ, ૨૫૬૬ કિ.મી.ની કેનાલો રીપેરીંગ કરવા ૧૮૪૩ કરોડ અને શહેરી વિસ્તારોમાં જળ સંચય માટે ૧૯૯૦ કરોડ ખર્ચવાની તૈયારી સરકારની છે.

આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, આગામી તા.૧લી મેથી રાજય સરકાર એક મહિના લાંબુ સુઝલામ સુફલામ જળ અભિયાન ચલાવશે. જેમાં સનિક સ્વૈચ્છીક સંસઓને જોડવામાં આવશે. કામગીરીમાં ૫૦ ટકા ખર્ચ સરકાર આપશે. અગાઉ તળાવડા ઉંડા કરવાની કામગીરીમાં સઘડો ખર્ચ સનિક તંત્ર પર રહેતો હતો. જો કે, હવેથી આ ખર્ચમાં સરકારની રાહત મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.