જેઈઈ મેઈન્સ, નિટ સહિતની પરીક્ષા માટેનું સમયપત્રક જાહેર કરાશે
એન્જિનિયરિંગ, મેડિકલ અને અંડરગ્રેજ્યુએટ વિધાર્થીઓને મળશે લાભ
એન્જિનિયરિંગ, મેડિકલ અને અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. અત્યાર સુધી આ ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ જેઈઈ મેન્સ ,નીટ સહિતની પરીક્ષાની તારીખો છેલ્લી ઘડીએ નક્કી થતી હતી અને તેના કારણે ઘણી અસમાન જસની સ્થિતિ પણ ઉભી થતી જોવા મળી છે માટે સરકારે આ વિદ્યાર્થીઓને આવગામી વર્ષ 2023 ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે ફિક્સ કેલેન્ડર જાહેર કરશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી જાન્યુઆરી માસમાં લેવાનારી જેઇઇ મેન્સની પરીક્ષા અંગેની તારીખો પણ ચાલુ સપ્તાહમાં જ જાહેર કરી દેશે તેવી હાલ શક્યતા સેવાઈ રહી છે. એટલુંજનહિ વિદ્યાર્થીઓને તારીખો વહેલી જાણ થતા જ તેઓ વધુને વધુ પરીક્ષા ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને સારું પરિણામ લાવવા માટે મહેનત પણ કરશે. આ અંગે સરકારે વધુમાં જણાવ્યું હતું કે કોરોના કાર્ડમાં જે પરીક્ષાની તારીખો છે તેનું આયોજન વીખાઈ ગયું હતું પરંતુ હવે વર્ષ 2023 થી એક ફિક્સ કેલેન્ડર એન્જિનિયરિંગ ,મેડિકલ અને અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે જાહેર કરી દેવામાં આવશે.
જેઇઈ મેઇન્સની તારીખ જાન્યુઆરી મધ્ય અને એપ્રિલમાં યોજાશે, જ્યારે સિયુઇટી-યુજી એપ્રિલના ત્રીજા અને મે માસના પ્રથમ સપ્તાહમાં યોજાશે. તો સામે નિટ-યુજી મે માસના પ્રથમ રવિવારે યોજાશે તેવું આયોજન સરકાર દવારા કરવામાં આવ્યું છે. તો હાલ આ અંગેની નિર્ધારિત તારીખો હજુ સરકારે જાહેર કરી નથી પરંતુ હાલ આ મુજબનું પરીક્ષાનું કેલેન્ડર આ વિદ્યાર્થીઓ માટે રજૂ કરવામાં આવશે ત્યારે જાન્યુઆરીમાં લેવાનારી જેઈઈ મેન્સ ની પરીક્ષાની તારીખો આ જ સપ્તાહમાં જાહેર કરાય તેવી પૂર્ણ શક્યતાઓ છે.