કોટડાસાંગાણીમાં યોજાયું સ્નેહમિલન : ચાલુ વર્ષે આત્મહત્યા કરેલા ખેડુતોને અપાઈ શ્રધ્ધાંજલી: સ્નેહમિલનમાં ૨૦૦૦ ખેડૂતો ઉમટયા: હોદેદારોએ ઓછા પ્રયત્ને વધુ ઉત્પાદન મેળવવા આપી શીખ: સંઘના આગેવાનો ‘અબતક’ના આંગણે
ભારતીય કિસાન સંઘ કોટડાસાંગાણી તાલુકા દ્વારા તાજેતરમાં સરદારપાર્ટી પ્લોટ ખાતે દરેક ગામના ખેડુતો તેમજ દરેક ગ્રામીય કમિટી અને તાલુકા કમીટીએ સાથે મળીને સ્નેહમિલનનું આયોજન કરેલ હતુ. કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લાના દરેક તાલુકાના પ્રમુખો તેમજ રાજકોટ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા તેમજ જીલ્લા કારોબારીના તમામ સભ્યો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.
ચાલુ વર્ષે ઘણા બધા ખેડુતોએ આર્થિક કારણોસર આત્મહત્યા કરેલ છે. તેઓની આત્માની શાંતિ માટે ભારતીય કિસાન સંઘ તેમજ આવેલ દરેક ખેડુત ભાઈઓએ સાથે મળીને ૨ મીનીટ મૌન રાખેલ હતુ.
કાર્યક્રમમાં અંદાજે ૨૦૦૦થી વધુ ખેડુતોએ ભાગ લીધો હતો. ખેડુતોએ ભેગા થઈને ગામડાઓના ખેતીને લગતા દરેક પ્રshnoશ્નો અને મુશ્કેલીઓની ચર્ચા વિચારણા કરી હતી.
કોટડાસાંગાણીના પ્રમુખ ધર્મેશભાઈ સોરઠીયા, રાજુભાઈ ભૂત તેમજ તાલુકાના પ્રમુખોએ પોતાના તાલુકાની ખેતીને લગતી મુશ્કેલીની નિવારણ માટેની તૈયારી કેવી તે કરવી એ બાબતે અલગ અલગ રીતે માહિતી આપેલ હતી.
દિલીપભાઈ સખીયા એમની આગવી શ્રેણીમાં ગામડું અને ખેતી બચાવા ઘરી બધી વાતચીત કરેલી હતી જેમકે ગામડાની અંદર રસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો વપરાશ ઓછો કરી અને ઉત્પાદન વધુ કરવું તેમજ ગાય આધારીત ખેતીને વેગ આપવો તેવી પણ માહિતી આપેલી હતી મજૂરો ઉપર નિર્ભર ન રહીને જાત મેહનતથી ખેતી કરવી તે વાત પર વધારે ભાર દીધેલો હતો.
ભારતીય કિસાન સંઘે સરકારમાં ગામડાને મજબૂત બનાવા માટે અનેક રજૂઆતો કરેલી છે. જેમકે ઘાસચારો, પાક વીમો ઝડપથી આપવો, સૌની યોજનાથી ડેમો ભરવા, દિવસની લાઈટ આપવી, ભૂંડ અને રોઝ જેવા પ્રાણીઓથી ખેતીને બચાવવી, પોષણસમ ભાવ સમયસર મળે એવી તૈયારી કરવી, વધારેમાં વધારે નવા ચેકડેમો બનાવા, ખેતીના સાધનો ઉપરનો જીએસટી નાબુદ કરવો વગેરે.
જીલ્લા મંત્રી ઘનશ્યામભાઈ કોટડીયાએ સરકાર તરફથી આવતી દરેક યોજનાઓ ખેડુતો પાસે કેમ પહોચે એની પૂરેપૂરી માહિતી સમજાવામાં આવી હતી જેથી કરીને વધારેમાં વધારે ખેડુતો સરકારી યોજનાઓનો લાભ લઈ શકે કે જેનાથી ખેડુત સમૃધ્ધ અને ગામ મજબુત થાય એવી પણ માહિતી આપેલી હતી.
સરકારને પણ જાણ કરવામાં આવે છે કે ખેતી પ્રધાન દેશની અંદર ખેડુતની જો આવી જ દયાનીય હાલત રહેશે તો દેશનો વિકાસ કઈ રીતે થશે ? જો ખેડુતને બચાવા તેમજ ખેતી અને ગામડાનો વિકાસ કરવામાં ન આવે તો ભારતીય કિન સંઘ અન્ય સંગઠનને સાથે લઈ આંદોલનના માર્ગે આવશે.
દિલીપભાઈ સખીયાની એક જ ઈચ્છા છે કે ગામડાને કેમ મજબૂત બનાવવું અને સીટીમાં રહેલા માણસો જયાં સુધીગામડાની અંદર રેવા માટેની ઈચ્છા નહિ ધરાવે ત્યાં સુધી ગામડાને મજબૂત બનાવા માટેનો સંકલ્પ કરેલ છે જો દેશનો વિકાસ કરવો હોઈ તો ગામડાનો વિકાસ કરવો જ પડશે.
આ કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, મંત્રી ઘનશ્યામભાઈ કોટડીયા મનોજભાઈ ડોબરીયા, રાજુભાઈ લીંબાસીયા, ઠાકરશીભાઈ પીપળીયા, જિતુભાઈ સંતોકી, દીપકભાઈ વાછાણી, બચુભાઈ ધામી, પ્રભુદાસભાઈ મણવર, કિશોરભાઈ સગપરીયા, રમેશભાઈ હાપલીયા, શત્રુગ્નભાઈ, બાબુભાઈ ભંડેરી, પાર્થભાઈ સખીયા ધીભાઈ વાડોદરીયા, દિલીપભાઈ શાપરીયા તેમજ જીલ્લાના દરેક સદસ્યો હાજર રહ્યા હતા. કિસાન સંઘની રજૂઆત સરકાર સાંભળે તે માટે તાલુકા પ્રમુખ ધર્મેશભાઈ સોરઠીયા, મંત્રી વિનોદભાઈ વઘાસીયા, મયુરભાઈ સોરઠીયા, સુરેશભાઈ સોજીત્રા, લુંણાગરીયા, શૈલેશભાઈ શીદપરા, મનોજભાઈ ઘેલાનીક ઠાકરશીભાઈ પીપળીયાએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.