ઑક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદથી પાક નુકશાની પામેલ વિસ્તારના ખેડૂતોને પણ સરકાર કરશે સહાય : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

નાણામંત્રી કનુ દેસાઈની તેમજ અન્ય ધારાસભ્યઓ અને ખેડૂતોની ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદથી પાક નુકસાની સામે સહાય ચૂકવવા રજૂઆતો મળેલ છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આ માસમાં પાક નુકશાનના પ્રાથમિક અહેવાલ મળેલ છે.

જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ ,સુરત, તાપી તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, આણંદ, અમદાવાદ અને સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ ,ભાવનગર, જામનગર રાજકોટ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.

જેમાં મુખ્ય અસરગ્રસ્ત પાકો મગફળી, ડાંગર ,કપાસ, સોયાબીન કઠોળ અને શાકભાજી છે.

આ કિસ્સાઓમાં પણ સત્વરે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરાયેલ છે. તદ્દનુસાર ઓકટોબર માસ માટે સહાય પેકેજ માટે અમલવારી કરવામાં આવનાર છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.