ભારત વિશ્વની રસીની જરૂરિયાતોનો લગભગ 60 ટકા હિસ્સો અને જેનરિક નિકાસનો 20-22 ટકા હિસ્સો પૂરો પાડે છે
ભારત ફાર્મા-મેડિકલ ઉપકરણોના ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય નીતિ રજૂ કરવાના અંતિમ તબક્કામાં છે તેમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતું.
ડૉ. માંડવિયાએ ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ઉપકરણોનાં ક્ષેત્રમાં ભારતની કુશળતાને ગર્વભેર સ્વીકારી હતી અને ફાર્માસ્યુટિકલ ઉત્કૃષ્ટતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકેની તેની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ભારતને વૈશ્વિક ફાર્માસ્યુટિકલ લેન્ડસ્કેપમાં પાયાના પથ્થર તરીકે માન્યતા આપવામાં આવી છે.” પરવડે તેવી, ઉચ્ચ-ગુણવત્તાની દવાઓ પૂરી પાડવાનાં દેશનાં સમર્પણ અને વૈશ્વિક સુલભતામાં તેનાં નોંધપાત્ર યોગદાન પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં ભારત વિશ્વની રસીની જરૂરિયાતોનો લગભગ 60 ટકા હિસ્સો અને જેનરિક નિકાસનો 20-22 ટકા હિસ્સો પૂરો પાડે છે.
આરોગ્યસંભાળમાં ગુણવત્તા, સુલભતા અને પરવડે તેવી ભારતની પ્રતિબદ્ધતા અતૂટ છે, ખાસ કરીને કોવિડ-19 રોગચાળા દરમિયાન દર્શાવવામાં આવ્યું છે, એમ માંડવીયાએ રવિવારે ફાર્માસ્યુટિકલ્સમાં ભારતીય ઉદ્યોગના અગ્રણીઓ, G20 પ્રધાનો અને પ્રતિનિધિઓને, G20 આરોગ્ય પ્રધાનો સાથેના તેમના મુખ્ય સંબોધનમાં જણાવ્યું હતું..
તેમણે વોલ્યુમ-આધારિત અભિગમોમાંથી મૂલ્ય-આધારિત નેતૃત્વ મોડલ તરફના સંક્રમણની આસપાસ કેન્દ્રિત આરોગ્ય સંભાળના ભાવિ માટે ભારતના વિઝન વિશે પણ વાત કરી હતી.