સરકાર ક્રિપ્ટોને ટેક્સના દાયરામાં સમાવવા માટે તખ્તો તૈયાર કરી રહ્યું છે
સરકાર ક્રિપટોને માન્યતા આપશે તે દિશામાં સતત પગલા લેવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં અન્ય ખાનગી સંસ્થા પણ આ અંગે સતત પ્રયત્ન હાથ ધરી રહ્યા છે જેમાં તેઓ ક્રિપટોકરન્સી અંગેનું જ્ઞાન આપશે એટલું જ નહીં તેની સાથે તેનું રિસર્ચ, ટ્રેઈનીંગ અને જે લોકો રોકાણ કરવા ઇચ્છતા હોય તેમના માટે તમામ પ્રકારની માહિતી અને ડેટા પણ પૂરા પાડશે. ખાનગી સંસ્થાઓ ક્રિપટો યુનિવર્સિટીનું પણ નિર્માણ કરવા માટે તૈયારી દાખવી છે જેમાં અલગ જ કોર્સનું નિર્માણ કરાશે અને વૈશ્વિક ફલક ઉપર ક્રિપટોમાં શું અસર થઈ રહી છે તે અંગે માહિતગાર પણ કરશે.
એવીજ રીતે સરકાર પણ ક્રિપટોને વધુ સુદ્રઢ બનાવવા માટે બ્લોકચેન ટેકનોલોજીને પણ અપનાવશે જેથી ઈ-ગવર્નન્સ સાનુકુળ બની રહે. સરકારનું માનવું છે કે હાલ ટેકનોલોજી ખૂબ વિશાળ પ્રમાણમાં ઉદ્ભવે થઈ રહી છે તેથી તેનો યોગ્ય ઉપયોગ કરી દેશના નાગરિકો અને ઉદ્યોગોને બેઠા કરવા માટે ખૂબ જ જરૂરી છે બીજી તરફ સરકાર ક્રિપ્ટકરન્સી ને માન્યતા આપશે તે અંગે અટકળો પણ ચાલી રહી છે ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે આવનારા સમયમાં ક્રિપટો ઉપર લગામ રાખવા માટે સરકાર બ્લોકચેન ટેકનોલોજીને અપનાવશે. આ ટેક્નોલોજીના ઉપયોગથી વિવિધ ક્ષેત્ર જેવા કે એગ્રીકલ્ચર, હેલ્થ અને એનર્જીમાં જે રીતે ડિજિટલ પ્લેટફોર્મ બની રહ્યા છે તેને પણ વેગવંતુ બનાવવામાં આવશે. હાલ આ મુદ્દે સરકાર ખૂબ સતર્કતા દાખવી રહ્યું છે જેનું મુખ્ય કારણ એ છે કે સરકાર ઈચ્છે છે કે ડિજિટલ ટેકનોલોજી વધુ સુદ્રઢ અને સાનુકુળ બની રહે.
કેવી રીતે સરકાર ક્રિપ્ટોકરન્સી ને પણ ટેક્સ દાયરામાં લાવવા માટેનો તખ્તો તૈયાર કરી રહ્યું છે જેમાં નવા નિયમો અને બજેટમાં પણ આ અંગેની વિશેષ માહિતી આપવામાં આવશે અને કેવી રીતે ક્રિપટોને ટેક્ષના દાયરામાં સમાવેશ કરી શકાય તે દિશામાં પણ કાર્ય હાથ ધરાશે. તરફ સરકાર નું એવું પણ માનવું છે કે ક્રિપ્ટોકરન્સી ને અમલી બનાવ્યા બાદ જે આવક અને રોકાણ થાય તે ભારતમાં અને ભારત બહાર પણ થઈ શકે છે.
અમે એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે આવનારા બજેટમાં આ મુદ્દે ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવશે અને ઈન્કમટેક્ષ એક્ટમાં ક્રિપટોકરન્સી અથવા તો ક્રિપટો અસેટનું નામ કાયદામાં સમાવાશે તેવી વાત પણ સામે આવી રહી છે. તું સામે ચિંતાનો વિષય એ પણ છે કે ટેક્સ વિભાગ બેન્કોને કાયદાકીય રીતે લોકોના ક્રિપટોકરન્સીના વ્યવહાર અંગે કોઈ પણ માહિતી કે પ્રશ્ન નથી શકતું નથી. સરકાર આ ખેતી ન ઉદભવે તે માટે ક્રિપ્ટોને ટેક્સના દાયરામાં લેવા માટે વિચાર કરી રહ્યું છે અને તે મુજબનો તખ્તો પણ તૈયાર કરવા માટે સતત કામગીરી હાથ ધરી રહ્યું છે.