ખાનગી શાળાને ટકકર મારે તેવી આ સરકારી શાળાને ગ્રામ પંચાયત એમ.એસ.સી. તથા વાલીઓનો સાંપડતો સહયોગ
કોટડાસાંગાણી તાલુકા નાં નાના એવા સતાપર ગામે તાલુકા શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વન ટીમ, વનડ્રીમ, વન વિઝનના સૂત્ર સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ પીરસવામાં આવી રહ્યું છે.
હાલ ખાનગી સ્કુલો દ્વારા મોંઘીદાટ ફી વસુલાઇ રહી છે.ત્યારે ખાનગી શાળાને ટક્કર મારે એવી સતાપર ની સરકારી શાળામાં શિક્ષકો દ્વારા રીશેષ દરમિયાન પણ શૈક્ષણિક પ્રવૃત્તિ, રમત ગમત , પ્રોજેક્ટ કાર્ય, પુસ્તકોનું વાંચન શાળા પરિસરમાં જ કરાવવામાં આવે છે.
પ્રાથમિક શાળા એથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જેમકે જવાહર નવોદય, આર એ સી, એન એમ એમ એસ જે માત્ર સરકારી શાળાના બાળકો જ આપી શકે તેવી પરીક્ષાની તૈયારી કરાવવી ,જેમાં 48 હજાર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળી શકે છે અને તે માટે વિદ્યાર્થીઓને સજ્જ કરવામાં આવી રહ્યા છે.
શાળામાં વિદ્યાર્થી પોતાની મુશ્કેલી જણાવી શકે તે માટે કમ્પલેઇન બોકસ, પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત ઔષધ બાગ, કિચન ગાર્ડનની જાળવણી તેમજ તેનો મધ્યાહન ભોજનમાં ઉપયોગ રમત-ગમતના સંપૂર્ણ સાધનો અને મેદાન ની સુવિધા મધ્યાહન ભોજનના શેડ ની સુવિધા જેમાં મળતા પોષક તત્વો ના ચિત્રો શિક્ષકો દ્વારા પેઇન્ટિંગ કરવામાં આવેલા છે.
વિજ્ઞાન પ્રયોગશાળા દરેક વિષય અનુરૂપ પુસ્તકોથી સજ્જ, લાઇબ્રેરીની સુંદર સુવિધા પણ વિકસાવાઈ છે, શાળા પરિસરમાં બાળકોની સુરક્ષા અને સલામતી માટે સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે.
સતાપર ગામ ના સરપંચ મંજુલાબેન વિક્રમભાઈ મેતા દ્વારા શાળામાં મધ્યાન ભોજન શેડ શાળાના સમગ્ર પરિસરમાં બ્લોક ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે સાથોસાથ ગ્રામ પંચાયત, એસ.એમ.સી તેમજ વિદ્યાર્થીઓના વાલીઓનો સહયોગ મળી રહ્યો છે.