મુબઈ CBI કોર્ટ સોહરાબુદ્દીન કેસમાં આવતીકાલે ચુકાદો આપવાની છે તે પહેલાં જ સરકારનો નિર્ણય…રજનીશ રાય સોહરાબુદ્દીન તેમજ તુલસીરામ પ્રજાપતિ ફેક એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના સીનિયર આઈપીએસ અધિકારીઓની ધરપકડ કરીને ચર્ચામાં આવ્યા હતા.રજનીશ રાયે ધણા સમયથી VRS(રાજીનામું)ની માંગ કરી હતી જે દરખાસ્ત મંજૂર કરી ન હતી જોકે કાલે જ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મુંબઈ કોર્ટ ચુકાદો આપવાની છે. આ કેસમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસ પણ આરોપી છે તેનો ચુકાદો આવે તે પહેલાં જ સરકાર સામે કાર્યવાહી સંદર્ભે બાયો ચઢાવનાર IPS અધિકારી રજનીશ રાયને ઘર ભેગા કરી દેવાયા છે.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં રજનીશ રાયએ પૂર્વ IPS વણજારા સહિત સંખ્યાબંધ પોલીસ અધિકારીઓની ધરપકડ અને સઘન પુછપરછ કરી હતી. આ સાથે તત્કાલિન મોદી સરકાર સામે પણ આ કેસમાં બોય ચઢાવનાર રજનીશ રાયે થોડા સમય અગાઉ જ વીઆરએસ માંગ્યુ હતું. જોકે સરકારે રજનીશ રાયને વીઆરએસ આપવાના બદલે સીધા સસ્પેન્ડ કરી દીધા છે. આજે જ કેન્દ્રીય ગૃહ વિભાગે રજનીશ રાયને સસ્પેન્ડ લેટર આપી તેને ઘરે બેસાડી દીધા છે.