મગફળીનાં પીલાણ માટે ઓઈલ મીલરોને ઓનલાઈન પોર્ટલથી મળશે ફાયદો: પોર્ટલનું યોગ્ય સંચાલન ફાયદારૂપ નિવડશે
હાલ સરકાર તેનો ભંડારો ખાનગી કંપની અને સરકારી કોન્ટ્રાકટરો માટે ખુલ્લો મુકશે તેવી વાત સામે આવી રહી છે. સરકારી ગોડાઉનોમાં ઘણો ખરો માલ પડયો પડયો બગડી જતો હોય છે ત્યારે તેનો યોગ્ય વપરાશ થાય તે દિશામાં સરકારે નવતર પ્રયોગ હાથ ધર્યો છે જેમાં દેશનું ઓનલાઈન પ્રોકયોરમેન્ટ પોર્ટલ છે તેમાં હવે સરકારી કોન્ટ્રાકટરો તથા ખાનગી કંપનીઓને સ્થાન આપવામાં આવશે. હાલ સરકાર દ્વારા આ વિચારણા હાથ ધરવામાં આવી છે જેમાં હજુ સુધી કેબિનેટ દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી.
ઓનલાઈન પોર્ટલ વિશે જો વાત કરવામાં આવે તો સરકારે તેનો લાભ છેવાડાના ઉત્પાદકો અને વ્યાપારીઓ સુધી પહોંચાડવો હોય તો ઓનલાઈન પોર્ટલ પર નાના વ્યાપારીઓ કે ખાનગી કંપનીઓને ફરજીયાતપણે રજીસ્ટર કરવા જોઈએ. સરકારી પોર્ટલ પર જે કોઈ નાના યુનિટો રજીસ્ટર થાય તો તેઓને સીધો ફાયદો મળી રહેશે. હાલની પરિસ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ છે કે, ઓનલાઈન પોર્ટલ અને તેનો ફાયદો ખાનગી કંપનીઓને મળી રહે તે માટે હાલ જો અને તો જેઓ ઘાટ જોવા મળી રહ્યો છે. ઉદાહરણ સ્વરૂપે ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે ઘઉંનો જથ્થો પડેલો હોય પરંતુ જે કોઈ સરકારી કોન્ટ્રાકટર કે અન્ય ખાનગી કંપનીઓ ઓનલાઈન જોડાયેલી ન હોય તો તેઓ પાસે એ વિગત રહેતી નથી કે સરકાર પાસે કેટલા પ્રમાણમાં ઘઉંનો સ્ટોક રહેલો છે ત્યારે ઓનલાઈન પોર્ટલ અત્યંત ફાયદારૂપ અને ઉપયોગી સાબિત થશે. ઓનલાઈન પોર્ટલમાં સંસ્થાને રજીસ્ટર કરાવ્યા બાદ સરકારી ગોડાઉનોમાં જે બગાડ થતો જોવા મળે છે તે પણ હવે નહીં થાય તેના માટે પોર્ટલનું યોગ્ય સંચાલન કરવું અત્યંત આવશ્યક બન્યું છે અને તે દિશામાં સરકારે પણ વિચાર કરવો પડશે.
નાના વેપારીઓને સૌથી વધુ ઓનલાઈન પોર્ટલનો ફાયદો એ થશે કે તેઓને તમામ ચીજ-વસ્તુઓ અંગેની માહિતી મળી શકશે અને સરકાર પાસે દર્જ થયેલા સ્ટોક અંગેની પૂર્ણત: માહિતી મળવાપાત્ર રહેશે જેથી સરકાર અને પ્રાઈવેટ કંપની ભાવમાં બાંધછોડ કરી શકે છે. ઓનલાઈન પોર્ટલમાં ખાનગી કંપનીઓને જોડવાનો જે વિચાર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેનાથી મગફળી ઉત્પાદન અને ઓઈલ મીલરોને અનેકગણો ફાયદો પહોંચશે અને જે બગાડ થવાની સમસ્યાનો સામનો અને તેનો આરોપ જયારે સરકાર પર લાગતો હોય છે તે પણ નહીં થાય. હાલ ગર્વમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ એટલે કે જીઈએમ પ્લેટફોર્મમાં ખાનગી સંસ્થા અને સરકારી કોન્ટ્રાકટરોને જોડવાનો વિચાર વહેલાસર કરવામાં આવે તો તેનો લાભ સમગ્ર દેશને થશે તેમાં નવાઈ નહીં.