કરારી અધ્યાપકોની ભરતી બાકી,નોન-ટીચિંગ કર્મચારીઓની ભરતી અટકી ,યુનિ.ની આર્થિક રીતે નાદારી,રાગદ્વેષથી કર્મચારીઓને સસ્પેન્ડ જેવી અનેક શૈક્ષણિક બાબતો પડતી મૂકી સેનેટના સોગઠાં ગોઠવવામાં કુલપતિ વ્યસ્ત: એનએસયુઆઈ ઉગ્ર વિરોધ પ્રદશન કરશે
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને શિક્ષણબાબતે હૃદયસમ્રાટ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જ્યાં લાખો વિદ્યાર્થીઓએ પોતાની શૈક્ષણિક કારકિર્દી ઘડી છે.એક સમયની એ પ્લસ ગ્રેડ ધરાવતી યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી વિવાદો,ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાંથી બહાર નીકળવાનું નામ નથી લેતું તેનું મુખ્ય કારણ વિદ્યાનાધામમાં રાજકારણ અને રાજ્યસરકારની શિક્ષણક્ષેત્રે નિષ્ક્રિયતા. સતાધારીપક્ષ હોય કે વિપક્ષ તમામ રાજકીય,સામાજિક આગેવાનો અને શિક્ષણવિદોએ આ બાબતે એક સાથે બેસી મનોમંથન કરી જરૂર પડ્યે સરકારમાં રજુઆત કરી આ યુનિવર્સિટીને ખાડે જતું તંત્ર બચાવવું જરૂરી છે. તેમ રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતું.
સૌ.યુનિ. માં આવેલા 29 જેટલા ભવનોમાં શૈક્ષણિક કાર્ય ચાલુ થઇ ગયું પરંતુ હજુ કરારી અધ્યાપકોની ભરતી અટકી પડી છે.હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટાભાગના વિભાગોમાં કોન્ટ્રાકટ બેજ કર્મચારીઓથી ગાડું ગબડાવવામાં આવે છે.ઇન્ચાર્જ કુલપતીની ઓફિસમાં કોઈ વિદ્યાર્થી અરજદાર કામકાજ અર્થે મળતા જ નથી કારણ કે સેનેટની ચૂંટણી માથે છે એટલે આખો દિવસ પોતાના માણસોને સેટ કરવા સોગઠાં અમે સમાધાન ફોમ્ર્યુલા ગોઠવવામાં વ્યસ્ત રહે છે. શરમજનક બાબત એ છે કે ઓફિસમાં મિટિંગ નહિ પણ સતાધીસો ગપ્પા,હાહાહીહી કરતા હોય અને અરજદારો કલાકો બેઠા રહે છે.
તમામ બાબતોથી કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તાનાશાહ ઇન્ચાર્જ કુલપતિનો સ્વભાવ અને અહંમથી યુનિ.નો એક એક કર્મચારી,વિદ્યાર્થી કંટાળી ગયો છે પરંતુ ખબર નહિ સરકાર આ બાબતે ગંભીર કેમ નથી. આ તમામ મુદ્દે વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં રાખી અમારી વિદ્યાર્થી કાર્યકરોની ટીમ સરકારની શિક્ષણવિભાગની ઊંઘ ઉડાડવા આવતા અઠવાડિયે તબક્કાવાર ઉગ્રવિરોધ પ્રદર્શનો કરશે.