કેએસપીસી દ્વારા જીએમસીએલના સહયોગી ક્ધટેમ્પરરી ટ્રબલ્ડ ઓફ ઈકોનોમી ઓફ ઈન્ડિયા એન્ડ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ યોજાયો

કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને જીએચસીએલ લી.સુત્રાપાડાના સહયોગી “ક્ધટેમ્પરરી ટ્રબલ્ડ ઓફ ઈકોનોમી ઓફ ઈન્ડીયા એન્ડ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ વિષયે રાજકોટના નિવૃત પ્રોફેસર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ર્અશા ભવનના વડા અને મારવાડી યુનિવર્સિટીના એડવાઈઝરી બોર્ડના સભ્ય ડો.કે.કે.ખખ્ખરનો વાર્તાલાપ કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવેના અધ્યક્ષ સને યોજવામાં આવેલ હતો.

કાર્યક્રમમા મુખ્ય વકતા ડો.કે.કે.ખખ્ખરે દેશની વર્તમાન ર્આકિ સ્થિતિને ‘મંદી’ નહીં પણ ‘સુસ્તી’ તરીકે ઓળખાવીને કહ્યું હતું કે, સવાલ માંગની ખાધનો છે. પુરવઠો તો છે જ, જરૂર છે. ઉત્પાદકિય રોજગારી વધારવાનો અને લોકોના હામાં વધુ વપરાશપાત્ર આવકો મુકવાનો છે. આ દિશામા નાના ઉદ્યોગોનું મહત્વ ખુબ જ ઉંચુ છે. તેમણે સૌરાષ્ટ્રના સંખ્યાબંધ નાના ઉદ્યોગો એ આ અંગે દેશ અને દુનિયામાં બજાવેલી યશસ્વી કામગીરીનો વિસ્તારી ખ્યાલ આપી કહ્યું હતું કે, સરકાર સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના  એકમોના વિકાસને ખાસ પ્રોત્સાહનો આપવાની જરૂર છે. નાના અને મોટા ઉદ્યોગો વચ્ચે અસરકારક આંતર સંબંધોને વિકસાવવાની અને તેમને સનિક માલસામાન તા કુશળતા સાથે જોડવાની ઓર્ગેનિક વિકાસ થશે. દેશના વિકાસને જમીની વાસ્તવિકતા સાથે જોડવાની વર્તમાન આર્થિક સંકટોનો સામનો સરળતાથી કરી શકાશે.

કાર્યક્રમના અંતે આભારદર્શન કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દિપકભાઈ સચદેએ કરેલ હતું. કાર્યક્રમમાં કાઉન્સીલની વગર્નીંગ બોડીના સભ્યો ઘનશ્યામભાઈ ઢોલરીયા, હીરાભાઈ માણેક, શ્રીમતી ખખ્ખર, નિકેત પોપટ, પરેશભાઈ ગોસાઈ, મનસુખભાઈ જાગાણી અને વિવિધ કંપનીના અધિકારીઓ અન્ય કોલેજના વિર્દ્યાથીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમની વ્યવસ માટે કાઉન્સીલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.