સુરક્ષા દળોમાં કર્મચારીઓની તંગી અને સરકારી નોકરી ઈચ્છુક અરજદારોની બહોળી સંખ્યાને ધ્યાને રાખીને ભલામણ થઈ
તાજેતરમાં સુરક્ષા દળોમાં ઓછુ પ્રમાણ તેમજ હયિારોની તંગી હોવાની વાત બહાર આવી હતી. ત્યારબાદ ડિફેન્સ ક્ષેત્રની મજબૂત બનાવવા માટે જેઓ રાજય કે કેન્દ્ર સરકારમાં નોકરી કરવા ઈચ્છે છે તેમના માટે ૫ વર્ષ સુધી સૈન્ય તાલીમ ફરજીયાત બનાવવાનું સુચન સંસદીય સમીતીએ કર્યું છે.
સ્ટેન્ડિંગ કમીટીના રિપોર્ટ અનુસાર જે લોકો રાજય કે કેન્દ્ર સરકારમાં નોકરી કરવા ઈચ્છે છે તેમને સૈન્ય તાલીમ માટે પાંચ વર્ષ ગાળવાની જરૂર છે. જો કે, આ મુદ્દે હજી સરકારનો નિર્ણય લેવાયો ની. અહીં ઉલ્લેખનીય છે કે, સુરક્ષા દળોમાં જવાનોની ખૂબજ તંગી છે. ઉપરાંત ઓફિસર રેન્ક કક્ષાી નીચેના કર્મચારીઓનું સંખ્યાબળ પણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. આ મુદ્દે સૈન્યના અધિકારીઓ સરકારનું ધ્યાન પણ દોરી રહ્યાં છે. આર્મીમાં જુનીયર કમીશ્નેડ ઓફિસરની તંગી જણાય રહી છે. આ ઉપરાંત નેવીમાં સેલર તેમજ
એરફોર્સમાં પણ કર્મચારીઓની બહોળી તંગી છે. બીજી તરફ સરકારી કચેરીઓમાં નોકરી ઈચ્છતા અરજદારનું પ્રમાણ લાખોની સંખ્યામાં છે. જો આ તમામ માટે પાંચ વર્ષ સુધી આર્મીમાં સેવા ફરજીયાત કરી દેવામાં આવે તો તંગી પણ પુર્ણ ઈ જાય તેવી ધારણા છે.