5G સેવા સસ્તી બનાવવા વધારાના ખર્ચને પહોંચી વળવા સરકાર નાણાં ભેગા કરી રહી છે

ડિજીટલ ક્ષેત્રે એક આગવું સ્થાન પ્રાપ્ત કરવા માટે ટેલી કોમ્યુનિકેશન સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા સરકાર અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ટેલીકોમ સ્પેકટ્રમ વહેંચી આશરે 6 લાખ કરોડ ભેગા કરવાનો નિર્ધાર કરવામાં આવી રહ્યો છે જેથી 5-જી સેવાઓનાં ખર્ચને પહોંચી વળવા કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સરકાર 5-જી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે આશરે 6 લાખ કરોડનાં ટેલીકોમ સ્પેકટ્રમની હરાજી કરવાનો વિચાર કરી રહ્યું છે જેને ડિજીટલ કોમ્યુનિકેશન કમિશન દ્વારા મંજુરી પણ મળી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે અને ભારત દેશને ટેલીકોમ ક્ષેત્રે એક નવી જ ઉંચાઈ સર કરાવશે.

કેન્દ્ર સરકાર દ્વારા ટેલીકોમ સ્પેકટ્રમની હરાજી માટે આશરે 8600 એમએચઝેડ મોબાઈલ એરવેવની હરાજી કરવામાં આવશે કે જે ચાલુ વર્ષનાં અંત સુધીમાં આ કાર્ય પૂર્ણ થાય તેવો નિર્ધાર પણ કરવામાં આવ્યો છે. જેમાં ચાલુ ટેલીકોમ સર્વિસનાં સ્પેકટ્રમ અને નવી 5-જી સર્વિસની સેવાઓનો પણ ઉપયોગ થશે. ટેલીકોમ સેક્રેટરી અને ડીસીસીનાં ચેરપર્સન અરૂણા સુંદરાજને માહિતી આપતા જણાવ્યું હતું કે, જો સ્પેકટ્રમ તેનાં અનામત ભાવ ઉપર વહેંચાઈ જશે તો સરકારને આશરે 5.8 લાખ કરોડની આવક થશે. સરકારનો નિર્ધાર છે કે, ટેલીકોમ ક્ષેત્રે વધુ નાણા નહીં પરંતુ યોગ્ય અને પુરતી સર્વિસ આપવામાં આવે.

વધુમાં ડીસીસીનાં ચેરપર્સને ટ્રાયને માહિતી આપતા જણાવ્યું હતું કે, નવી હરાજી માટેનાં અનામત ભાવોની ચર્ચા કરવામાં આવી છે. જેમાં અંદાજે 40 ટકા એરવેવર્સ વહેંચાઈ જશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રીનાં સ્વપ્નની હરોળમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે કે કેમ ? તે પણ જોવાનું રહ્યું. સરકાર બખુબી રીતે ટેલીકોમ ક્ષેત્રનાં નબળા પ્રદર્શનથી પૂર્ણતહ વાકેફ છે જેથી ટેલીકોમ ક્ષેત્રને બેઠુ કરવા માટે ટેલીકોમ સ્પેકટ્રમની હરાજી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી અનેકવિધ કંપનીઓ આ હરાજીમાં ભાગ લેશે અને ટેલીકોમ ક્ષેત્રને બેઠું કરવામાં મદદરૂપ થશે. સાથોસાથ સરકાર દ્વારા નવી 5-જી સર્વિસને પણ લાગુ કરવા માટે વિચાર કરી રહ્યું છે ત્યારે ચાઈનીઝ કંપની હુવાઈ આ હરાજીમાં ભાગ લેશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ર્નાર્થ ઉભો થયો છે. જેમાં રિલાયન્સ જીઓ, ભારતી એરટેલ, વોડાફોન, આઈડીયા જેવી ટેલીકોમ ઓપરેટર કંપની આ હરાજીમાં ભાગ લેશે તો નવાઈ નહીં. 5-જી સેવાઓ માટે ટેસ્ટ ટ્રાયલરૂપે નવા સ્ટાર્ટઅપ અને શૈક્ષણિક સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે ત્યારે ટ્રાયલ સ્પેકટ્રમનો સમય એક વર્ષ અને એક વખત માટેની પ000 રૂપિયાની ફિ પણ નકકી કરવામાં આવી છે ત્યારે દેશમાં 5-જી સેવાઓ ઉપલબ્ધ કરાવવા અને 5-જીનાં આધારે ફાયબર ટુ ધ હોમ એટલે કે એફટીટીએચને લાગુ કરવાનો પણ વિચાર સરકાર કરી રહ્યું છે. આ સેવાથી ભારતીય ટેલીકોમ ક્ષેત્રમાં એક નવી ક્રાંતીનું સર્જન થશે અને દેશ આખું 5-જી સેવાનો લાભ લે તેવી પણ યોજનાઓ બનાવવામાં આવશે જે પૂર્વે 5-જી સેવાઓનાં ખર્ચને પહોંચી વળવા સરકાર તેનાં ટેલીકોમ સ્પેકટ્રમ વહેંચશે અને અંદાજે 6 લાખ કરોડ રૂપિયા ભેગા કરશે. ટ્રાય દ્વારા પણ સરકાર દ્વારા પણ ટેલીકોમ સ્પેકટ્રમની હરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને પણ આવકારવામાં આવ્યો છે. આ તકે 5-જી સર્વિસ ભારતમાં લાગુ થતાની સાથે જ ટેલીકોમ ક્ષેત્રે એક નવી ઉર્જાનો સંચય થશે જે રીતે રિલાયન્સ જીઓ દ્વારા 4-જી સેવાઓ આપવામાં આવી રહી છે ત્યારે 5-જી સર્વિસ દેશમાં લાગુ થતાની સાથે ટેલીકોમ ક્ષેત્ર પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરશે અને ક્ષેત્ર ફરીથી બેઠું થાય તેવા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવશે. અંતમાં કહી શકાય કે સરકાર તેનાં સૌથી નબળા ક્ષેત્રને વિકસિત કરવા માટે તમામ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે અને આશરે 6 લાખ કરોડ ભેગા કરવાનો જે નિર્ધાર કર્યો છે તેનાથી 5-જી સેવાઓ કે જે ભારત દેશમાં લાગુ કરવાની વાતને સમર્થન પણ મળી રહેશે જેનાં કારણે એક ઔધોગિક ક્રાંતિ સર્જાશે તો પણ નવાઈ નહીં.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.