ઝૂમ એપમાં વપરાશકર્તાઓનાં ડેટા લીક થવાની સંભાવના હોય ગૃહ મંત્રાલયના સાયબર કો.ઓર્ડીનેશન સેન્ટર દ્વારા ઉપયોગની માર્ગદર્શિકા જાહેર કરાઈ
વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશ વ્યાપી લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લોકડાઉન દરમ્યાન નવરા પડેલા લોકો એકબીજા સાથે એક કરતા વધારે લોકો સાથે ચેટ કરવા વિડીયો કોલીંગ એપ ‘ઝુમ’નો ઉપયોગ કરી રહ્યા છે. ચીની એપ્લીકેશન ઝુમમાં વિડીયો કોલીંગથી એક સાથે ૧૦૦ લોકો ચેટ કરી શકતા હોય લોકડાઉન દરમ્યાન બંધ પડેલી સરકારી અને ખાનગી કંપનીઓમાં મીટીંગ માટે તેનો સરળતાથી ઉપયોગ થઈ શકે છે જેના કારણે ભારતમાં ઝુમ એપ્લીકેશન ટુંક સમયમાં ભારે લોકપ્રિય થવા પામી હતી. પરંતુ ઝુમ એપમાં થયેલી મીટીંગના ડેટા લીક થવાની સંભાવનાહોય કેન્દ્ર સરકારે આ એપના ઉપયોગ માટે સુરક્ષા ટીપ્સ આપતી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત સાયબર કો.ઓર્ડીનેશન સેન્ટર દ્વારા આ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે ઝુમ એપનો ઉપયોગ કરનારા લોકોના ડેટા સલામત નથી અને તે લીક થવાની સંભવના છે. જેથી સરકારી કામકાજ માટે સરકારી અધિકારી કર્મચારીઓએ તેનો ઉપયોગ ટાળવો જોઈએ જે કંપનીઓ પોતાની મીટીંગ માટે લોકો પોતાના અંગત કામકાજ, સંપર્કમાં રહેવા વગેરે કારણોસર આ એપનો ઉપયોગ કરે છે. તેમને કેટલાક સુરક્ષા માપદંડોને ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ કરવો જોઈએ. જે મુજબ ખાનગી કંપનીઓએ ઝુમનો મીટીંગ માટે ઉપયાગે કરવો જોઈએ તેઓએ દરેક મીટીંગ માટે નવું યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરવો જોઈએ.
ઝુમના વેઈટીંગ રૂમ ફીચરનો ઉપયોગ કરીને એડમીન મીટીંગમાં સામેલ થનારા લોકોને ક્ધટ્રોલ કરી શકે છે. જે ઉપરાંત એડમીન મીટીંગમાં ભાગ લેનારા દરેક લોકોને એક એક કરીને મીટીંગમાં અલગ અલગ પાડી શકે છે. જોઈન બિફોર હોસ્ટ ઓપ્શનનો ડીસેબલ કરીને એડમીન જે લોકોને મીટીંગમાં હાજર રાખવા માંગતા ન હોય તેને રોકી શકે છે. એટલે કે એડમીનની પહેલા કોઈપણ વ્યકિત મીટીંગ જોઈન્ટ કરી ન કે ઝુમ મીટીંગને લોક કરવી આ ઓફાન દ્વારા એડમીનને તેની મીટીંગને લોક કરા શકે છે. જેથી એડમીન ઈચ્છે છે જ લોકો આ મીટીંગમાં ભાગ લઈ શકે છે. કદાચ કોઈ લોકો પાસે મીટીંગનો આઈડી અને પાસવર્ડ હોય તો તેને પણ રોકી શકાય છે.
ઝુમ એપ્લીકેશનમાં આપવામાં આવેલા એલાઉ રીમુવ્ડ પાર્ટીસીપન્ટ ટુરી જોઈનને ડીસએબલ કરીને એડમીને કોઈ પણ વ્યકિતને મીટીંગમાં ભાગ લેતા દૂર કર્યા બાદ ફરીથી તેને મીટીંગમાં ભાગ લેતા રોકી શકાય છે. ઉપરાંત ઝુમબોમ્બીંગ ઓપ્શનનો ઉપયોગ ટાળીને ઝુમ પર થયેલી મીટીંગના સ્ક્રીન શેરીંગને એડમીન રોકી શકે છે. ટેસ્ટીકર અથવા સીમ્પલ ડીસ્બલીંગ ફાઈલ ટ્રાન્સફર ઓપ્શનનો ઉપયોગ ઝુમ મીટીંગ દરમ્યાન ટાળવો જોઈએ ઝુમ મીટીંગમાં રેકોર્ડીંગ ફીચર ઓપ્શનનો ઉપયોગ ટાળવો જોઈએ ઉપરાંત જયારે મીટીંગ પૂરી થાય ત્યારે એડમીને સીધા જ નીકળી જવાના બદલે ઝુમ પર મીટીંગસંપૂર્ણ પણે પૂરી થઈ છે કે કેમ? તેની તકેદારી રાખીને એપમાંથી બહાર નીકળવું જોઈએ.