એકાઉન્ટ સિઝ કરી દેવાતા મુંબઈ કોર્ટમાં ‘પગાર કઈ રીતે કરવા’નો રાગ આલોપતું બાઈટડાન્સ
ભારત સરકારે શંકાસ્પદ ભૂમિકાના કારણે ટિકટોક ઉપર પ્રતિબંધ લગાવી દીધા બાદ હવે મૂળ કંપની બાઈટડાન્સ ઉપર પણ તવાઈ ઉતરી છે. ટિકટોકમાં વીડિયો બનાવતી વખતે સમય, સ્થળનું ધ્યાન રાખવામાં બેદરકારી રહેતી હતી. ઉપરાંત કંપની ઉપર ડેટા મામલે પણ શંકા વ્યક્ત કરાઇ હતી.
બાઈટડાન્સ મૂળ ચીનની કંપની છે. તે ટિકટોક કરતી ચાલી જાય તે પહેલાં જ કેન્દ્ર સરકારે તેના બેંક એકાઉન્ટ સિઝ કરી દીધા છે. બીજી તરફ બાઈટડાન્સએ મુંબઈ કોર્ટમાં દલીલ કરી છે કે, ખાતા સીઝ કરવાના કારણે કર્મચારીઓના પગાર કરવા મુશ્કેલ પડશે. વર્તમાન સમયે ભારતમાં કંપનીમાં 1300 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ભારત સરકારે ડેટા મામલે ટિકટોક સહિતની ચાઈનીઝ એપ્લિકેશનો ઉપર પ્રતિબંધ લગાવ્યા હતો. ત્યારબાદ નાણાંકીય ગતિવિધિ ઉપર પણ શંકા જતા એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવ્યા છે.