- ભગવતીપરા, જંગલેશ્વર સહિતના આજી નદી કાંઠાના 200 થી વધુ પરિવારોને મળ્યું સુરક્ષા છત્ર
- અસરગ્રસ્તોને આશરાની સાથે ભોજન અને તબીબી સારવાર મળી
સરકારી શાળાઓ બાળકોના કિલ્લોલથી રજાઓમાં પણ સતત ગુંજી રહી છે, ફર્ક એટલો છે કે આ કિલ્લોલ શાળામાં ભણવા આવતા બાળકોથી નહીં પરંતુ આસપાસના સ્લમ વિસ્તારના બાળકોનો છે. અહીં આવેલી મહિલાઓને ચૂલામાં રસોઈ બનાવવાની નથી, તેઓને ત્રણ ટાઈમ તૈયાર ભોજન મળી રહ્યું છે. ને પરિવારના મોભી યુવાનો અને પુરુષો નિશ્ચિંત છે કારણે કે તેમના પરિવારની સુરક્ષા સરકાર કરી રહી છે
રાજકોટ જિલ્લામાં ગત તા. 26 થી અવિરત વરસી રહેલા વરસાદમાં આજી નદીના કાંઠે વસતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાય તે પહેલા જ રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર સતર્ક બની કાંઠા વિસ્તારના લોકોની જાનમાલની સુરક્ષાર્થે ઝીરો કેઝયુઅલિટીની પ્રતિબધ્ધતા સાથે ની કામગીરીનો પ્રારંભ કરી તેઓને સલામત સરકારી શાળાઓમાં આશ્રય આપેલો છે.
રાજકોટની આજી નદીના કાંઠે ભગવતી પરા, લલ્ડી વોકળી અને જંગલેશ્વર વિસ્તારના અનેક પરિવારો કાચા મકાનો અને ઝૂંપડાઓમાં વસે છે. રાજકોટ શહેરમાં ગત સોમવારના મધ્યરાત્રીના ધીમી ધારે વરસાદના પ્રારંભ સાથે આ અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને નજીકની સરકારી શાળાઓમાં સ્થળાંતર કરાવવા વહીવટીતંત્ર કામે લાગી ગયેલું અને જરૂરી માલ સાથે તેઓને શાળાના રૂમમાં આશરો આપવામાં આવ્યો.
આ આશ્રિતોને રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તેઓને સામાજિક સંસ્થાઓની મદદથી સવારે નાસ્તો અને બપોરે તેમજ રાત્રીના ભોજનની સુવિધા ઉપલધ કરાવવામાં આવી છે.
સતત વરસી રહેલા અતિ ભારે વરસાદમાં તેઓની સારવારની ખેવના પણ રાજ્ય સરકાર કરી રહી છે. અહીં તેઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે. સ્થળ પર જ પ્રાથમિક સારવાર અને દવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
રાજકોટના આજી નદીના કાંઠે ભગવતી પર વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પ્રભાવિત 170 જેટલા લોકોને ભગવતી પ્રાથમિક શાળા નં 43 માં આશ્રય આપવામાં આવ્યો છે. આજી નદીના બે કાંઠે વહેતા કિનારે રહેતા આ પરિવારજનોના કાચા મકાનો પાણીમાં વહી ગયા છે પરંતુ તેઓ પાકા બિલ્ડીંગમાં સુરક્ષિત છે તેઓને આ પરિવાજનોને વસવસો નહીં પરંતુ આનંદ છે.
રાજકોટ મહાનગરપાલિકાની અન્ય શાળાઓમાં જંગલેશ્વર વિસ્તારની આર્યભટ્ટ પ્રાથમિક શાળા નં 73 માં હાલ આ વિસ્તારના 358 લોકો એક છત્ર નીચે પરિવાર સાથે સુરક્ષિત છે.
જેઓને સરકારી તંત્ર દ્વારા સામાજિક સંસ્થાઓની મદદથી ભોજનની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. અહીં આર.બી.એસ.કે. ની ટી, સતત તેઓની આરોગ્યની ખેવના કરી રહી છે.
- સાથોસાથ ફાયર વિભાગ અને સુરક્ષાકર્મી જરૂરી મદદ માટે તૈનાત કરવામાં આવ્યા છે..