અબતક, રાજકોટ
‘અબતક’ ચેનલનો લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’ મા: રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડીત દ્વારા શહેરી વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમીતી હસ્તકની સ્કુલો તેમજ તેના શિક્ષકો, વિઘાર્થીઓ, શિક્ષણની સાથે અન્ય પ્રવૃતિઓ તેમજ ખાનગી અને સરકારી સ્કુલો અને સ્કુલો પ્રત્યે લોકોનું આકર્ષણ અને વિવિધ વિચાર સરણી વગેરે વિષયક બાબતો તાજેતરમાં જ ‘અબતક’ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવી હતી. જેનો સંક્ષિપ્ત અહેવાલ અહિં પ્રસ્તુત કર્યો છે.
પ્રશ્ર્ન:- પ્રાથમિક શિક્ષણ સમિતિ ૯૦ શાળા, ૯૦૦ શિક્ષક, ૩૨૦૦ વિઘાર્થી આ બધું કેવી રીતે સંચાલન કરો છો?
જવાબ:- રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની ૮૭ શાળા ગુજરાતી માઘ્યમ અને ૩ અંગ્રેજી માઘ્યમની શાળાઓ છે. સૌથી અગત્યનો ભાગ છે સમિતિ ના ૧પ સભ્યો, સભ્યોની સાથે આચાર્ય શાળા, શિક્ષક અને વિઘાર્થી આ ચાર ભાગની વ્યવસ્થામાં આખી આખી શિક્ષણ વિભાગની પઘ્ધતિ ગોઠવવામાં આવે છે. એ વ્યવસ્થા શિક્ષણ સમિતિ દ્વારા થઇ રહી છે.
પ્રશ્ર્ન:- બધાના મનમાં એવી ઇમેજ હોય છે કે સરકારી શાળામાં વ્યવસ્થા અને વાતાવરણ સારુ હોતું નથી તો શિક્ષણ સમિતિ દ્વારા કયા કયા પ્રયાસ કરવા પડતા હોય છે?
જવાબ:- આ બહુ જુની માન્યતા છે એ સરકારી શાળામાં ખૂબ સારા ઇન્ટ્રાસ્ટકચર હોય છે ખુબ સારી સગવડતા હોય છે. સવલત સાથે સરકારી શાળા સજજ છે. આપણી શિક્ષણ વ્યવસ્થાનું સંપૂર્ણ મોનીટરીંગ વિજયભાઇ પાણી કરે છે.
પ્રશ્ર્ન:- ખાનગી શાળા સરકારી શાળા કરતાં કયા ચડિયાતી થાય છે
જવાબ:- ખાનગી અને સરકારી બન્નેની વ્યવસ્થા જુદી છે શાળાનું મુલ્યાકન કરીએ ત્યારે શાળા જોઇએ, શિક્ષક જોઇએ છીએ. પછી શિક્ષણને છેલ્લે વિઘાર્થી આવતા હોય છે. સરકારી શાળામાં બધી વ્યવસ્થા ઉત્તમ કક્ષાની હોય.
પ્રશ્ર્ન:- ખાનગી શાળાનો ટ્રેન્ડ વધારે છે કયા કારણો?
જવાબ:- લોકો એવું માને છે કે સરકારી શાળામાં બાળકો આવે તે પછાત જ્ઞાતિના પછાત વિસ્તારના હોય છે. બાળકોમાં સંસ્કાર પણ ફેર છે હવે ખાનગી શાળામાંથી અને સારા સારા વિસ્તારમાંથી બાળકો સરકારી શાળામાં નવા નવા એડમિશન આવે છે લોકોની વિચારસરણીમાં બદલાવ દેખાય છે.
પ્રશ્ર્ન:- કોરોના પછી સરકારી શાળામાં વિઘાર્થીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તે કેટલો વધારો છે અને કયાં કારણો છે?
જવાબ:- છેલ્લા આંકડા મુજબ ૨૮૦૦ બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવ્યા છે. ખાસ કરી કોરોના કાળમાં આર્થીક સ્થિતિ નબળી બની છે. ત્યારે વાલી એવું વિચારે છે કે મફત શિક્ષણ એ પણ સારુ શિક્ષણ મળે તો સરકારી શાળામાં વિઘાર્થીને મૂકે છે.
પ્રશ્ર્ન:- મફતની કિંમત નથી હોતી એ સાચી વાત છે એને કારણે એવી માન્યતા હોય શકે તો સરકારી શાળામાં ફી રાખવી જોઇએ એવું કયારેય વિચાર્યુ છે?
જવાબ:- આરોગ્ય અને શિક્ષણ બન્ને વિનામૂલ્ય આપવું એ સરકારની ફરજ છે. આથી ફીની વિચારણા કયારેય આવી નથી.
પ્રશ્ર્ન:- સરકારી શાળામાં મહાત્મા ગાંધી તેમજ ઝવેરચંદ મેઘાણીએ પણ અભ્યાસ કર્યો છે તો આવા દાખલા આપીને વિઘાર્થીને આપણી તરફ ખેંચી શકાય ખરાં?
જવાબ:- આવનાર સમયમાં સરકારી શાળાઓ પાસે મેદાન હશે એટલે સરકારી શાળા સ્પોટસ અને ઇતર પ્રવૃતિ વધારશે. બાળકને આ બધી પ્રવૃતિમાં રસને ચિ હોય છે.
પ્રશ્ર્ન:- સ્પોટસ અને ઇતર પ્રવૃતિમાં કયા કયા પ્રકારના કાર્યકરવાના છે તે જણાવશો?
જવાબ:- બધી શાળાનો સર્વે કર્યો અને હવે શાળામાં ઇતર પ્રવૃતિમાં યોગ, જીમનાસ્ટીક, ગેમ, ડ્રોઇંગ, શિવણ, સ્પોટસ જેવા કે બાસ્કેટ બોલ, બેડમીટન વગેરેનો સમાવેશ કરાયો છે. વોર્ડવાઇઝ, ઝોન વાઇન્ એકટીવીટી સેન્ટર બનાવવા માંગીએ છીએ.
પ્રશ્ર્ન:- સમિતિના એક સભ્ય ને કેટલી શાળા સોંપવામાં આવે છે? અને કયા કયા કાર્ય કરવાના અને કયા પ્રકારની જવાબદારી હોય છે.
જવાબ:- એક સભ્યને સાત શાળા ફાળવવામાં આવી છે એટલી કે શાળા દતક લેવા જેવી બાબત છે શાળાની તમામ જવાબદારી અમારા સભ્યોની છે.
પ્રશ્ર્ન:- ખાનગી શાળાને ટકકર મારે એવી સરકારી શાળા પાસે કઇ કઇ બાબત છે
જવાબ:- સૌથી પહેલું શિક્ષણ છે. સરકારી શાળામાં બધા જ શિક્ષકો ઉચ્ચ ગુણવતા ધરાવતા હોય છે.
પ્રશ્ર્ન:- અંગ્રેજી માઘ્યમની શાળામાં કેવો પ્રતિભાવ મળ્યો છે?
જવાબ:- ત્રણ અંગ્રેજી માઘ્યમની શાળા જેનો ટ્રેન્ડ વધીયો છે. જેમાં એસએનકે શાળા જેવું સંચાલન થાય છે. અંગ્રેજી માઘ્યમની શાળામાં ૭૫ એડમિશન માટે ૧૦૦૦ ફોર્મ ભરાયા હતા આવનારા સમયમાં અંગ્રેજી માઘ્યમની ૬ થી ૭ શાળાઓ શરુ કરવા જઇ રહ્યા છીએ.
પ્રશ્ર્ન:- સ્માર્ટ કલાસ અને એકિસલેશન માટે શાળા પસંદ થઇ ત્યાં કયા જુદી પડે છે?
જવાબ:- ખાનગી શાળા કરતાં પણ સરકારી શાળા પાસે સ્માર્ટ કલાસ ખૂબ વધારે છે. લગભગ ૨૪૦ સ્માર્ટ કલાસ છે. હમણા વિજય પાણીએ ૧૪૦ સ્મ્ાર્ટનું લોકાર્પણ કર્યુ રાજકોટની શિક્ષણ સમિતિ પાસે ૩૮ સ્માર્ટ કલાસ છે.
પ્રશ્ર્ન:- વિઘાર્થી અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનમાં કેમ કાચા હોય છે?
જવાબ:- સરકારી શાળામાં ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન ભણાવવા માટે ખુબ સારા શિક્ષક હોય છે.
પ્રશ્ર્ન:- શિક્ષણ સમિતિમાં શિક્ષકની ખાદ્ય છે એવું ખરું?
જવાબ:- કયારેક કયારેક આવું ઉદભવી શકે છે. કોઇપણ શાળામાં મહીલા શિક્ષક વધારે હોય ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે.
પ્રશ્ર્ન:- પ્રવાસી શિક્ષકનો લાભ નગર શિક્ષણ સમિતિ લઇ શકે?
જવાબ:- પ્રવાસી શિક્ષકની જવાબદારી શિક્ષણ સમિતિ અને કોર્પોરેશનની હોય છે. સરકાર આમા આર્થિક યોગદાન આપતું નથી.
પ્રશ્ર્ન:- ૬, ૭, ૮ ના વર્ગો શરુ થયા છે. તેમાં કયા પ્રકારનું વાતાવરણ છે અને ડર છે?
જવાબ:- ડર અને સાવચેતી આપણી સલામતી માટે છે કોરોનાના તમામ નિયમોનું પાલન શાળા કરી રહી છે.
પ્રશ્ર્ન:- નવા નવા વિસ્તારો રાજકોટમાં ભળતા હોય છે ત્યારે સમિતિની શાળા શરુ કરીશું કયા પ્રકારનું પ્લાનીંગ ચાલી રહ્યું છે?
જવાબ:- માધાપર, મુંજકા આવા વિસ્તારો આપણામાં ભળ્યા છે તે સાત શાળા છે તે જીલ્લા પંચાયત સંભાળે છે રાજકોટ શિક્ષણ સમિતિ સંભાળે એવો નિવેદન પત્ર પણ આપી દીધો છે. તેવુ રજુઆત કરી છે.