રાજકોટના નાનામવા મેઈન રોડ પર વાછરાદાદાના મંદિર સામે આવેલી મહાનગરપાલિકા સંચાલિત શ્રી વિનોબા ભાવે પ્રા.શાળા નં.૯૩ના શિક્ષકો,અને બાળકોનું દિલ ખુશ થઈ જાય એવું એક ખુબજ જબરદસ્ત અભિયાન હાથ ધર્યું છે.આ અભિયાનમાં વેસ્ટ માંથી બેસ્ટ એટલેકે ફેકી દેવાયેલ ટાયરો,પ્લાસ્ટીકની પાઈપ અને બુટમાં ફૂલ –છોડ તેમજ વિવિધ છોડવા વાવનું અને તેનું જતન કરવાનું અભિયાન હાથ ધર્યું છે.
આ શાળાના પ્રિન્સિપાલ કહેછે કે અમે આ રીતે અત્યાર સુધીમાં ૯૦૦ થી વધુ વ્રુક્ષો વાવ્યા છે.બાળકો જ્યાં નજર પડે ત્યાં ફેકી દેવાયેલ ચીજવસ્તુ એકત્ર કરીને આ વ્રુક્ષો તેમાં વાવવાનું ખુબજ પ્રેરણાદાયક કામ સફળ થયું છે.
જોવા જઈએતો ક્યાંક પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભ્યાનની ઝલક જોવા મળી છે.