સ્પેશિયલ એજયુકેટર દ્વારા વિવિધ ૧૫ કેટેગરીના ૬૯૦ છાત્રો કરી રહ્યા છે અભ્યાસ
બધાજ બાળકોને ટીવી મોબાઇલ ખુબ જ ગજાતાં હોય છે. કાર્ટુનો સાથે તેમની ભાષામાં આવતા તમામ કાર્યક્રમા, ચિત્રો, વાર્તા ખુબ જ ગમે છે. આરસ રૂચી વાળા વિષયોમાં “દિવ્યાંગ બાળકોને મળે તો તે ખૂબ જ ખુશ થઇ જાય છે. અમસ્તૃય આવા દિવ્યાંગોને રમતા, રમતા જ્ઞાન સાથે ગમ્મત બહું જ ગમે છે.
નગર પ્રા.શિ. સમિતિની સરકારી શાળામાં સર્વશિક્ષા અભિયાન હોમ લર્નીગ પ્રોજેકટ ફોર સ્પેશિયલ ચાઇલ્ડ માટે અત્યારે લોકડાઉનમાં ઓનલાઇન શિક્ષણનો પ્રોજેકટ ચાલી રહ્યો છે. જેમાં ધો.૧થી ૮ના ૬૯૦થી વધુ દિવ્યાંગ છાત્રો તેમના નવરાશ સમયે જોડાઇને રીટન સાથે ગમ્મત કરી રહ્યા છે. હાલ સરકારી શાળામાં આંખની ખામી ૫૧, લોવિઝન ૧૧૧, સાંભળવાની ક્ષતિ-૩૯, બોલવાની ક્ષતિ-૪૦, એમ.આર.૨૦૬ તથા લર્નીગ, ડિસેલિલીટીના ૧૧૦ જેવા વિવિધ કેટેગરીના છાત્રો તેના નિષ્ણાંત સ્પેશિયલ એજયુકેટર દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે.
સરકારી શાળામાં આવા બાળકોને બ્રેઇલ બુક, બ્રેઇલ કિટ, લોવિઝન કિટ, રિપરીંગ એડ, બ્રાકેસ, વ્હીલચેર, ટ્રાયસિકલ, કેલિપર જેવિ વિવિધ સહઅભ્યાસની વસ્તુઓ વિનામલ્યે આપવામાં આવે છે. જે તેનાં સર્ંવાગી વિકાસમાં મદદરૂ પ થાય છે. ‘શાળા બંધ છે, શિક્ષણ નહી’ આ મુદા સાથે એસ.એસ.એ.નો આઇ.ઇ.ડી. વિભાગ સતત આવા બાળકોની વિશેષ સંભાળ રાખી રહ્યા છે. આવા દિવ્યાંગો નોર્મલ બાળકો સાથે જ ભણાવવાથી તેમાં ઘણો સુધારોજોવા મળી રહ્યો છે.
સમગ્ર શિક્ષા અભિયાન શિક્ષણ સીમતિ દ્વારા સ્પેશિયલ ચાઇલ્ડ માટે તથા તેનાં હિતમાં વિવિધ કામગીરી કરવામાં આવે છે જેમાં જનજાગૃતિ અભિયાન ટિંચીંગ વોટ્સઅપ વિડિયો કોલથી, દરરોજ ફોન કોલથી, ડી.ડી. ગીરનાર ચેનલ દ્વારા, વંદે ગુજરાત બાયસેગ સાથે યુટયુબ ચેનલ, દીક્ષા પોર્ટલ, એજયુકેશન ચેનલ, હોમ વિઝીટ, ટેકસ બુકમાં કયુ.આર. કોડ માધ્યમથી આવા છાત્રોને શ્રેષ્ઠ માર્ગદર્શન અપાય રહ્યું છે. આ પ્રોજેકટમાં પુ.આર.સી. દિપક સાગઠીયા તથા આઇ.ઇ.ડી. કો-ઓડિનેટર હેમલ ડઢાણીયા કાર્યરત છે. સમગ્ર દિવ્યાંગ લર્નિગ પ્રોજેકટ સ્પેશિયલ એજયુકેટર દ્વારા ચલાવાય છે. સમગ્ર પ્રોજેકટમાં ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શામનાધિકારી સંજયભાલ ડોડીયાના માર્ગદર્શન આઇ.ઇ.ડી. વિભાગનાં સ્પેશિયલ એજયુકેટર કાર્યરત છે.
- દિવ્યાંગ બાળકોની શિક્ષણ સમિતિ વિશેષ કેર કરે છે : નરેન્દ્રસિંહ ઠાકુર
શિક્ષણસમિતિની મ્યુ. કોર્પો. સંચાલિત શાળામાં સામાન્ય બાળકોની સાથે સરકારી ગાઇડલાઇન મુજબ વિવિધ કેટેગરીના છાત્રો માટે વિશેષ દરકાર રાખીને ખાસ તાલિમ પામેલા સ્પેશિયલ એજયુકેટર દ્વારા હાલ લોકડાઉનમાં વિવિધ ઓનલાઇન માધ્યમથી પ્રવૃતિમય શિક્ષણ સાથે રીટન, ગમ્મત દ્વારા શિક્ષિણ પ્રોજેકટ ચલાવાય છે. જેમાં સમગ્ર શિક્ષા અભિયાનના આઇ.ઇ.ડી. વિભાગ સુંદર કાર્ય કરી રહ્યા છે.