બજેટની તૈયારી પુરજોશમાં!
કરવેરામાં ફેરફારથી દેશની તરલતામાં થશે વધારો જયારે સરકારની આવકમાં ૫૫,૦૦૦ કરોડ રૂપિયાની થશે વૃદ્ધિ
લોકો માટે…
ટેકસ સ્લેબમાં સુધારો
એકઝમશન લીમીટમાં કોઈ ફેરબદલ નહીં
કોઈપણ સરચાર્જ નહીં
ઉધોગ માટે…
કોઈપણ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસ નહીં
ફોરેન સીઓએસનો ટેકસ દર ૪૦ ટકાથી ઘટાડી ૨૫ ટકા કરવાની હિમાયત
લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપીટલ ગેઇન માટે…
શોર્ટ ટર્મ કેપીટલ ગેઈનનો ટેકસ દર ૧૫ ટકા
લોંગ ટર્મ કેપીટલ ગેઈનનો ટેકસ દર ૨૦ ટકા
લોંગ ટર્મ કેપીટલ ગેઈનનો ટેકસ દર ઈકવીટી માટે ૧૦ ટકા
ઈકવીટી માટે એક પણ પ્રકારનો સિકયોરીટી ટ્રાન્ઝેકશન ટેકસ નહીં લગાવવાની કરાઈ હિમાયત
આવનારા ૨૦૨૦નાં માર્ચ માસમાં જે બજેટ રજુ કરવામાં આવતું હોય છે તેની પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યત્વે મોદી સરકારનું જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન જોવામાં આવ્યું છે અને ૮ ટકા જે જીડીપી ગ્રોથનો જે વિચાર લોકો સમક્ષ મુકવામાં આવ્યો છે તેની અમલવારી કેવી રીતે કરી શકાય તે દિશામાં બજેટ બનાવવામાં આવશે તેવું સરકારી સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે પરંતુ તે પૂર્વે ઘણા ખરા સુધારા જો સરકાર દ્વારા કરવામાં આવશે તો તેનો ફાયદો ભારત દેશને પહોંચશે તેવી વાત સામે આવી છે. હાલની પરિસ્થિતિ પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો સરકાર દ્વારા જે ટેકસ સ્લેબ નકકી કરવામાં આવ્યો છે તેનાથી લોકોને ઘણો ખરો ફાયદો પહોંચ્યો છે. આ તમામ પરિસ્થિતિ દેશનાં હિતમાં જળવાય રહે તે દિશામાં આવનારું બજેટ સૌથી મોટું અને પ્રભાવશાળી રહે તે જોવાનું રહ્યું.
હાલ જે ટેકસ સ્લેબ નકકી કરવામાં આવેલો છે તેમાં અતિરેક સેસ લગાવવામાં આવ્યો છે પરંતુ સરકાર દ્વારા જો સેસને હટાવી દેવામાં આવે તો સરકારને તેનાથી ૫૫ હજાર કરોડ રૂપિયાની આવકમાં વૃદ્ધિ થશે તેમાં સહેજ પણ મીનમેક નથી. હાલ આંકડાકિય માહિતી વિશે વાત કરવામાં આવે તો અઢી લાખ રૂપિયાની આવક સુધી ટેકસ રેટ નીલ રાખવામાં આવ્યો છે જયારે અઢી લાખ ઉપરથી ૫ લાખ સુધીની આવક મર્યાદા માટે ૫ ટકા પ્લસ ૪ ટકા સેસ લગાવવામાં આવી છે જયારે ૫ લાખ ઉપરથી ૧૦ લાખ સુધીની આવક પર ૨૦ ટકા પ્લસ ૪ ટકા સેસ લાગુ કરાયો છે. જયારે ૧૦ લાખ ઉપરની આવક પર આવકવેરા વિભાગે ૩૦ ટકા પ્લસ ૪ ટકા સેસ લાગુ કર્યો છે. આ આંકડા ૬૦ વર્ષથી ઓછા વયનાં લોકોની આવક પરનાં જાહેર કરવામાં આવ્યા છે.
હાલ બજારમાં તરલતાનો અભાવ મુખ્યત્વે જોવા મળી રહ્યો છે ત્યારે દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે અને તેને વધુ સુદ્રઢ બનાવવા માટે સરકાર દ્વારા નીતિ-નિયમો જે લાગુ કરવામાં આવ્યા છે અને તે અંગેનાં જે મુદાઓને ધ્યાને લઈ પગલા લેવામાં આવી રહ્યા છે તે જોતાં એ વાત સ્પષ્ટ થાય છે કે, આગામી સમયમાં જો સરકાર ટેકસ પરથી સેસ હટાવી લેશે તો સરકારને આશરે ૫૫ હજાર કરોડ રૂપિયાનો ફાયદો થશે. એ વાત સાચી છે કે, કોઈપણ દેશની અર્થવ્યવસ્થા ત્યારે જ બેઠી થાય જયારે દેશમાં તરલતા સૌથી વધુ જોવા મળતી હોય પરંતુ હાલ ભારતની જે આર્થિક સ્થિતિ જોવા મળી રહી છે તે જોતાં નાણા મંત્રાલય અને સીબીડીટી દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે, આગામી બજેટમાં જે ટેકસ સ્લેબ છે તેમાં ધરખમ ફેરબદલ કરવામાં આવશે. સવિશેષ વાત કરવામાં આવે તો કરદાતાઓને ટેકસ સ્લેબથી અનેકવિધ વખત મુંજારો થતો હોય છે પરંતુ ઘણાખરા અંશે સરકારની જે આર્થિક નીતિ જોવા મળી રહી છે તેને સુધારવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રકારે મહેનત કરવી પડશે.
ટેકસ સ્લેબમાં ફેરબદલ માટે સરકાર અનેકવિધ પ્રકારે બદલાવ લાવે તેવી વાત સામે આવી રહી છે જેમાં ટેકસ સ્લેબમાં ફેરબદલ, એકઝમશન લીમીટમાં કોઈપણ બદલાવ નહીં, સરચાર્જની પણ નાબુદી સહિતનાં અનેક મુસદાઓને ધ્યાને લઈ બજેટ તૈયાર કરવામાં આવશે તે વાત સામે આવી રહી છે જયારે વ્યાપારીઓ એટલે કે ધંધાર્થી લોકો માટે ડિવિડન્ટ ડિસ્ટ્રીબ્યુશન ટેકસ નહિવત ફોરેન સીઓએસ માટે ટેકસ દર ૪૦ ટકાથી ઘટાડી ૨૫ ટકા સહિતનાં અનેક મુદાઓને સરકાર હાલ વિચારણા હેઠળ ધ્યાને લઈ રહી છે. સરકાર દ્વારા લોંગ ટર્મ કેપીટલ ગેઈનને ધ્યાને લેતા ઈકવીટી શેરનાં વેચાણ પર ૧૦ ટકાનો ટેકસ લાગુ કરવાની વાત કરવામાં આવી છે જે એસેટ ૧૨ માસથી વધુની હોય. જયારે શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન માટે ૧૫ ટકાનો ટેકસ લાગુ કરવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે. એવી જ રીતે નોન ઈકવીટી ફાયનાન્સીયલ એસેટ કે જે ૨૪ માર્ચ સુધી હાથ પર રાખેલી હોય તો તેમાં ૨૦ ટકા સાથે ઈન્ડેકસ સેશન ચાર્જ લગાવવામાં આવશે તે પ્રસ્તાવ પણ સરકાર દ્વારા મુકવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક ટેકસીસનાં ટાસ્કફોર્સ દ્વારા આ અંગે હાલ વિચારણા ચાલી રહી છે અને આગામી બજેટમાં તેમનાં દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી વાત પણ સામે આવી રહી છે. અંતમાં સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર ટેકસ સ્લેબમાં ધરખમ ફેરફાર આવશે તેવું પણ માનવામાં આવતા આગામી સમય ભારત દેશનાં અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે મનાઈ રહ્યું છે.