સપ્ટેમ્બર સુધી પ્રી જીએસટીમાં રીબેટ મળશે
ગાર્મેટના નિકાસકારોને રાહત આપતા સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેમાં ખાસ પ્રકારના રાજય દ્વારા લેવાતા કર ઉપર ત્રણ મહિના માટે પ્રિ-જીએસટી હેઠળ રીબેટ આપવામાં આવશે. સરકારે આ બાબતે અગાઉ મહત્વની ચર્ચા-વિચારણા કરી હતી. ત્યારબાદ ગાર્મેટના નિકાસકારોને જીએસટી હેઠળ થોડો સમય છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે ગાર્મેટ અને અન્ય ગાર્મેટને લગીત ચીજવસ્તુઓની નિકાસ કરતા લોકો ૩૦ સપ્ટેમ્બર સુધી રીમીશન ઓફ સ્ટેટ લેવીસને કલેઈમ કરી શકશે.
આ સ્કીમથી નિકાસમાં હરીફાઈ વધશે અને આંતરરાષ્ટ્રીય લેવલે ભારતીય ગાર્મેટ ક્ષેત્રનો વિકાસ ઝડપી બનશે. એવો પણ અંદાજ છે કે રિબેટના નિર્ણયથી ગાર્મેટ ક્ષેત્રમાં ૩.૯ ટકાનો ઉછાળો આવશે. અગાઉ જુલાઈ ૧થી રીબેટનો દર ઘટાડવામાં આવ્યો હતો.ત્યારબાદ હવે નિકાસને વેગ આપવા માટે વધુ ત્રણ મહિના રાહતની જાહેરાત કરવામાં આવી છે. ગાર્મેટ ક્ષેત્રના વિકાસ માટે ગત વર્ષે સરકારે ૬ હજાર કરોડના પેકેજની જાહેરાત કરી હતી. જેમાં રોજગાર, નિકાસને વેગ અપાવવો, ટેક્ષ ટાઈલ્સ ક્ષેત્રનો વિકાસ વગેરે કામોનો સમાવેશ થતો હતો ત્યારે આ જ હેતુ માટે હવે જીએસટીમાં પણ થોડી છુટછાટો આપવામાં આવી છે.