કેન્દ્ર સરકારે પબ્લિક સેકટરની બેંકો માટે રિ-કેપીટલાઈઝેશન પ્લાન જાહેર કર્યો
બેંકોની તરલતા વધારવા રૂપિયા ૮૮ હજાર કરોડ સરકારે છુટ્ટા કર્યા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય ગઈકાલે બેંક પ્લાન જાહેર કર્યો છે. તેના અંતર્ગત જાહેર ક્ષેત્રની એટલે કે, સરકારી બેંકોની તરલતા અપગ્રેડ કરવા માટે વધુ ૮૮ હજાર કરોડનું ભંડોળ ફાળવવાની જાહેરાત કરી છે.
હજુ ગયા વર્ષે સપ્ટેમ્બર ૨૦૧૭માં કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય પબ્લિક સેકટર બેંકોને બેઠી કરવા તેમને ઓક્સિઝન પુરો પાડવા ૨.૧૧ કરોડ લાખ રૂપિયાનું ભંડોળ પૂરું પાડયું હતું. ભારતીય અર્થ તંત્ર એશિયાની ૩જા નંબરની સૌથી મોટી ઈકોનોમી ગણાય છે.
સરકારના પ્લાન મુજબ આવતા બે વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોના બોન્ડનો આંક રૂ.૧.૩૫ લાખ કરોડ થઈ જશે. એજન્ડા અનુસાર જાહેર ક્ષેત્રની બેંકો હવે બેડલોન પરનું ભારણ ઘટાડવા પણ ધ્યાન દઈ રહી છે. વધુ વિજય માલ્યા જેવા કેસ ન બને તેના માટે પબ્લિક સેકટર બેંકો સચેત થઈ ગઈ છે. કેમ કે, વિજય માલ્યાના કેસ બાદ પણ ડિફોલ્ટર્સના કેસમાં ઘટાડો નોંધાયો ન હતો. તેથી બેંકોની એનપીએ સતત વધી રહી હતી.