તમામ પ્રદેશમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે : કાયદા પ્રધાન
સત્તાધારી ભારતીય જનતા પાર્ટી તેના ચૂંટણી ઢંઢેરામાં દેશને એક સમાન નાગરિક સંહિતાનું સતત વચન આપી રહી છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ લોકસભામાં તેના અમલીકરણ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જવાબમાં, કાયદા પ્રધાન કિરેન રિજિજુએ બીજેપી સાંસદને કહ્યું છે કે સરકારે યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દાને યોગ્ય ભલામણ કરવા માટે 22મા કાયદા પંચને મોકલ્યો છે. બંધારણીય અદાલતો અને સંસદના સભ્યો દ્વારા કેન્દ્રને વારંવાર યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહેવામાં આવ્યું છે.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેના પત્રના જવાબમાં, કાયદા પ્રધાને કહ્યું, “બંધારણની કલમ 44 જોગવાઈ કહે છે કે ભારતના સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરાશે.” મંત્રી રિજિજુએ જણાવ્યું હતું કે સામેલ વિષયના મહત્વ અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અને વિવિધ સમુદાયોને સંચાલિત કરતા વિવિધ વ્યક્તિગત કાયદાઓની જોગવાઈઓના ઊંડાણપૂર્વક અભ્યાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ભારતના 21મા કાયદા પંચને યુસીસી સંબંધિત મુદ્દાઓની તપાસ કરવા માટે ફરજ પાડવામાં આવી છે. વધુ ભલામણો કરવાની દરખાસ્ત મોકલવામાં આવી હતી.
21મા કાયદા પંચની મુદત 31 ઓગસ્ટ, 2018ના રોજ સમાપ્ત થઈ. આ મામલો ભારતના 22મા કાયદા પંચ દ્વારા ઉઠાવવામાં આવી શકે છે,” તેમણે કહ્યું. 22મા કાયદા પંચના અધ્યક્ષની નિમણૂક પણ કરવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં પણ સરકાર 22મા કાયદા પંચ માટે અધ્યક્ષની નિમણૂક કરી શકી નથી. યુસીસીનો કેસ સૌપ્રથમ જૂન 2016માં 21મા કાયદા પંચને મોકલવામાં આવ્યો હતો. કમિશને 185 પાનાનું ક્ધસલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું, જેમાં તેણે જાતિય ન્યાય અને સમાનતા લાવવા માટે વિવિધ કૌટુંબિક કાયદાઓમાં વ્યાપક ફેરફારો સૂચવ્યા હતા.