કોરોનાના કારણે ચીનમાં દવા ઉદ્યોગને તાળા લાગી જતા રો-મટીરીયલ્સની તંગી : ત્રણ મહિનામાં જ દવાની અછત સર્જાય તેવી દહેશત
ચીનમાં ફાટી નીકળેલા કોરોના વાયરસના પગલે ફાર્માસ્યુટીકલ સેકટર પણ ખળભળી ગયું છે. દેશમાં દવાની અછતને ખાળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આગોતરી તૈયારી કરાઈ છે. એક તરફ દવાના રો-મટીરીયલ ઉપર ભારતની ચીન ઉપર નિર્ભરતા છે. ત્યારે હવે સરકાર રો-મટીરીયલ ઉપર ડયુટી ઘટાડી ભારતમાં દવાની અછત ન રહે તેવા આયોજન ઘડી રહી છે. તાજેતરમાં જ નાણા પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે, કોરોના વાયરસના કારણે આર્થિક ચિંતાઓની વચ્ચે ચીની સપ્લાયની બાબતે ઘણા સેકટરો ચિંતાતુર છે. ચીની કાચા માલની સામગ્રીની સપ્લાય ઉપર રોક લાગતા આયાત-નિકાસમાં અસંતુલન જોવા મળે છે. ફાર્મા, કેમીકલ અને સોલાર જેવા સેકટરને સૌથી વધુ અસર થઈ છે. ખર્ચ અને આર્થિક કારણોના લીધે ભારત ચીનમાં બલ્ક ડ્રગ્સની આયાત કરે છે. ખર્ચના હિસાબે ચીની આવનાર બલ્ક ડ્રગ્સ ભારતીય દવા ઉત્પાદકો માટે લાભદાયી છે. પ્રોફીટ માર્જીન જાળવીને ભારતીય ફાર્મા ઈન્ડસ્ટ્રી ચીન પર નિર્ભર છે. જો કે, માત્ર ચીનની જગ્યાએ અન્ય સ્ળોએથી રો-મટીરીયલ ભારતમાં આવે તેવા હેતુી સરકાર આગામી સમયમાં રો-મટીરીયલ પરની આયાત ડયુટી ઘટાડવા જઈ રહી છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસના કારણે ચીનના દવા ઉદ્યોગને તાળા લાગી ગયા હોય તેવી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિનો લાભ લઈ ભારતમાં ફાર્મા સેકટરે દવાની કિંમતોમાં વધારો કર્યો હોય તેવું જાણવા મળે છે. આગામી એપ્રિલ મહિનાી ભારતમાં દવાઓની અછત સર્જાવાની દહેશતના પગલા સરકાર સફાળી જાગી છે. ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાય તો પુરવઠા સામે પડકાર ઉભો થાય તેવી વકી છે. જેથી સરકારે અત્યારી જ રો-મટીરીયલ પરની ડયુટી ઘટાડવાની તૈયારી દર્શાવી છે. વર્તમાન સમયે ઉત્પાદકો પાસે બે સપ્તાહ ચાલે તેટલું રો-મટીરીયલ્સ છે. અલબત અન્ય સ્ળેી રો-મટીરીયલ ભારતમાં આવે તેવી આશા સરકારને છે. ભારત વિશ્ર્વમાં જેનેરીક દવા પૂરી પાડતો મોટો સપ્લાયર દેશ છે. પરંતુ ૮૦ ટકા રો-મટીરીયલ માટે ભારતીય ઉત્પાદકોને ચીન પર આધાર રાખવો પડે છે. આગામી મહિનામાં રો-મટીરીયલનો પુરવઠો સામાન્ય નહીં બને તો ટૂંકા સમયમાં ભારતમાં દવાઓની અછત સર્જાવાની ભીતિ તોળાઈ રહી છે. સન ફાર્મા, ક્રેડીલા, એલકેમ અને માઈક્રોલેબ્સ જેવી મસમોટી દવા કંપનીઓએ પણ દવાની અછત સર્જાશે તેવા સંકેતો આપ્યા છે. આવી સ્થિતિમાં ભારત સરકારે રો-મટીરીયલ વધુને વધુ એકઠુ કરવાની તૈયારી કરી છે.
- મેરા ભારત મહાન…
વિશ્ર્વમાં કોઈ પણ દેશ ઉપર આફત સર્જાય ત્યારે ભારત હંમેશા તેની પડખે ઉભુ રહ્યું છે. ભારતની આ લાક્ષણીકતાના કારણે જ મેરા ભારત મહાનનું સુત્ર ર્સાથક ઠર્યું છે. ત્યારે ચીનમાં ફાટી નીકળેલા કોરોના વાયરસ સામે લડવા માટે ભારતે ચીનની પડખે ઉભુ રહેવાની મક્કમતા દાખવી છે. ભારતનું મસમોટુ યુદ્ધ વિમાન ચીનમાં દવાનો મોટો જથ્થો લઈ રવાના વા તૈયાર છે. વિકટ પરિસ્થિતિમાં ચીનમાં રાહતકાર્ય કરવાની તૈયારી પણ ભારત તરફી દાખવાઈ છે.
ભારત કોરોના વાયરસના પ્રારંભિક તબક્કા પૂર્વે પોતાના મોટાભાગના નાગરિકોને સ્વદેશ લાવવામાં સૌથી સાવચેત દેશ પુરવાર યું છે. આવતીકાલે ગુરૂવારે ફરીી ભારત તેનું સૌથી મોટુ માલવાહક જહાજ સી-૧૭ ચીનના વુહાન શહેરમાં મોકલીને બાકી રહેલા નાગરિકો સ્વદેશ લાવવા અને ચીનમાં અસરગ્રસ્ત કોરોના વાયરસની ઝપટે ચઢી ગયેલાઓ માટે દવાઓનો જથ્થો લઈ જ થશે. સી-૧૭ ગ્લોબ માસ્ટર ભારતીય વાયુ દળનું સૌથી મોટું માલવાહક જહાજ છે. જે વિશાળ શ સરંજામ માલ સામાન અને માનવીય સહાયનું હવામાનની કોઈપણ પરિસ્થિતિમાં લાંબા અંતરની સફર ખેડી શકે છે. આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું કે, ગ્લોબ માસ્ટર ચીન માટે દવાનો જથ્થો લઈને જશે અને કોરોના વાયરસગ્રસ્ત વુહાનમાંથી ભારતીયોને લેતો આવશે. એક અંદાજ મુજબ હજુ વુહાનમાં ૧૦૦ જેટલા ભારતીયો સ્વદેશ પરત આવવા માટે બાકી રહી ગયા છે. તેમાંથી કેટલાકે વતન ન આવવાનું નક્કી કર્યું હતું. વિશ્ર્વના મોટાભાગના દેશોએ ચીનમાંથી પોતાના નાગરિકો અને પરિવહનની આપ-લે નો વ્યવહાર સ્ગીત કરી દીધો છે