વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દમણના વિકાસ માટે વિવિધલક્ષી યોજનાઓની કરી ઘોષણા
આજે અહીં વડાપ્રધાન મોદીએ સભાને સંબોધતા કહ્યું કે, ૧૦૦૦ કરોડની યોજનાઓ દમણ માટે કરાવાઈ છે. દમણ એક રીતે લઘુ ભારત બની ગયું છે. સરકારે દમણને જે આપ્યું છે તે કયારેય આ પૂર્વ અપાયુ નથી. દમણ-દિવમાં જબરદસ્ત સફાઈ અભિયાન ચાલે છે. દમણના લોકો સંકલ્પ કરે કે સરકારે સ્વચ્છતા કરી છે તો હવે અમે ગંદકી થવાથી રોકીશું. દિવને અમદાવાદથી જોડી દેવાયું છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણને ઓડિએફના નિયમોમાં પોતાનું નામ દર્જ કરાવી ચુકયું છે એટલે કે સાર્વજનિક સ્થળોએ શૌચમુકત, દમણમાં શૌચાલયોના નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. દમણમાં ગ્રીન મુવમેન્ટ ચાલી રહ્યું છે. બહેનો માટે ઈ-રીક્ષા ચલાવશે અને સ્વચ્છતા પણ જાળવશે. ૧ લાખ ૪૦ હજાર એલઈડી બલ્બ લગાવાયા જેનાથી ૭ કરોડની બચત થઈ છે. આજે પણ દેશમાં કારખાનાઓમાં મજુરી કરતા લોકો હેરાન થાય છે તેના માટે દમણમાં મજુરી માટે આવેલા લોકો માટે રહેવાની સુવિધા માટે યોજના બનાવાઈ રહી છે. આજે અહીં વધુ પ્રમાણમાં લોકો એકલા રહેતા હોય છે. તેમના માટે સારુ ભોજન મળે તેના માટે પણ સરકાર પરવળે તેવા ભાવમાં આપવામાં આવશે. શિશુ મૃત્યુદર-કુપોષણમુકત ભારત કરવા માટે તેમને પોષક આહાર મળે માટે દર મહિને તેને કિટ અપાઈ છે. જે દિકરીનો વિકાસ થાશે તેના બાળકો પણ એવા થશે અને જે દેશના બાળકો મજબુત બને તેજ યોગ્ય દેશ બનશે. દમણમાં પણ યુનિવર્સિટી બનશે. દમણના સમુદ્રી તટ પર ખાસ પ્રોજેકટ બનાવવામાં આવશે. ખારા પાણીમાં સીખેતી કરવામાં આવે તેવો માણખો તૈયાર કરવામાં આવશે. દિવ-દમણ દેશની સામે એક મોર્ડલના ‚પમાં પ્રસતુત થાય…. અંતમાં મોદીએ એ આવજો… એ આવજો… કહી વાણીને વિરામ આપ્યું હતું.