કેન્દ્ર સરકારે ભીમ એપ દ્વારા ચુકવણી સ્વીકારતા વેપારીઓ માટે કેશબેક સ્કિમ આગામી વર્ષ ૩૧ માર્ચ સુધીમાં વધારો કર્યો છે. જેમાં વેપારીઓ માટે ૧૦૦૦ ‚રૂપીયાનું સુધીનુ પ્રોત્સાહન રકમ મળવા પાત્ર રહેશે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે આ સંબંધમાં એક નોંધ પ્રકાશિત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ૧૪ એપ્રિલના રોજ આ યોજના શ‚ કરી હતી.
આ સ્કીમ હેઠળ ભિમ એપ માટે કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આગામી છ મહિના સુધી કેશબેક ઓફર કરવામાં આવી છે. તેમજ વેપારીઓમાં ૨૦ થી ૫૦ ટ્રાન્જેક્શનમાં ૫૦ ‚રૂપીયાના કેશબેક મળેશ. ત્યાર બાદ તે દરેક ટ્રાન્જેક્શન પર બે ‚પિયા કેશબેક લઇ શકે છે. ભીમ કેશબેક સ્કિમની માસિક મર્યાદા ૧૦૦૦ ‚િ૫યા છે.
લધુતમ ૨૦ ટ્રાન્જેક્શનની શરત…..
સ્કિમનો લાભ લેવા માટે વેપારીઓને એક મહિનામાં ઇન્ડિયા ઇન્ટરફેસ ફોર મની એપ દ્વારા ઓછામાં ઓછુ ૨૦ ટ્રાન્જેક્શન સ્વીકારવમાં આવશે. દરેક ચુકવણીની ઓછામાં ઓછી ૨૫રૂ. ભીમ એપના યુઝર યુ.પી.આઇ એડ્રેસીસ, આઇ એફએસસી કોડ અને નાણા લેનારની બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ક્યુ આર કોર્ડ સ્કેન દ્વારા ટ્રાન્જેક્શન કરી શકાશે. આ કોડને એપમાં જ જનરેટ કરી શકાય છે.
શું છે ભીમ એપ ?
ભીમ એપ એક નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા બનાવવામાં આવેલ છે. તે એપ દ્વારા ડિજિટલ પેમેન્ટ સરળતાથી કરી શકાય છે. આ એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટ ફોર્મ પર ઉપલબ્ધ છે. ભીમ એપ દ્વારા સરળતાથી ચુકવણી કરી શકાય છે. આ માટે કોઇ રીતે કોઇ ચાર્જ ન આપવો જોઇએ. પરંતુ તમારે બેંક યુપીઆઇ અને આઇ એમપીએસ ફીસ લેવા કરી શકો છો.