મોરબી જિલ્લાના પાંચ તાલુકાના ૨૨૮૪ લાભાર્થીઓને યોજના હેઠળ લાભ અપાયા

મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા જીલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકાના ૨૨૮૪ લાભાર્થીઓને યોજનાઓ અંતર્ગત રૂપિયા અઢી કરોડની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

મોરબી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ગરીબ ક્લાયણ મેળામાં રાજ્ય સરકારના મંત્રી જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ગરીબ કલ્યાણ મેળામાં પાંચ તાલુકાના ૨૨૮૪ લાભાર્થીઓને રાજ્ય સરકારની યોજનાઓ જેવી કે શિક્ષણ લોન સહાય,આવાસ યોજના સહિતની બાબતોને અાવરી લાઇ કુલ મળી રૂપિયા ૨૪૯૧૮૫૦૭ની રકમ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાના સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

આ ગરીબ ક્લાયણ મેળામાં કુલ ૮૯૯ પુરુષ લાભાર્થીઓ અને ૧૩૮૫ સ્ત્રી લાભાર્થીઓ હતા જેમાં જનરલ કેટેગરીમાં ૫૫૧,ઓબીસી કેટેગરીમાં ૧૨૩૪,એસસી ૩૯૦,એસ.ટી.૧ અને માયનોરિટી સમુદાયના લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.