નાદારીના કિસ્સામાં પ્રમોટર્સની સાથે ગ્રાહકોને પણ નુકશાન ન પહોંચે તેવા પ્રયત્નો કરશે સરકાર
કંપનીની નાદારીની સ્થિતિ તે કંપનીના ગ્રાહકો, પ્રમોટર્સ અને સરકાર એમ તમામ માટે એકંદરે હાનિકારક નિવડે છે. માટે કંપની નાદાર ન થાય તે જરૂરી છે. પરંતુ નાદારીના આરે આવીને ઉભી હોય અવા નાદાર થઈ ચૂકી હોય તેવા સંજોગોમાં ગ્રાહકો અને કંપનીને બચાવવાનો પ્રયાસ હવે સરકાર કરશે. સરકાર નાદારીના કિસ્સામાં તમામને ફળદાયી રહે તે પ્રકારના પગલા બનશે.
તાજેતરમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમન દ્વારા ૧૦ સુધારા કરવામાં આવ્યા હતા. જે કંપનીમાં નાદારીની કાર્યવાહી થઈ હોય તે કંપનીના પ્રમોટર સામે કડક પગલા તો લેવાશે પરંતુ કંપનીની નાદારીની પ્રક્રિયા બાદ ગ્રાહકોના હિતને નુકશાન ન પહોંચે તે પણ સુનિશ્ર્ચિત થશે. તાજેતરમાં જ એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટ દ્વારા ભુષણ પાવર એન્ડ સ્ટીલના પ્રમોટર્સ સામે થયેલી કાર્યવાહીનો દાખલો તાજો જ છે. નાદારીની સ્થિતિમાં કંપનીના ગ્રાહકોની સાથે પ્રમોટર્સનેે પણ નુકશાન ન થાય તેવા રસ્તા સરકાર શોધી રહી છે.
રીયલ એસ્ટેટ સેકટરમાં આ પ્રકારની સ્થિતિ સૌથી વધુ ઉદ્ભવતી હોવાનું અવાર-નવાર સામે આવે છે. જેથી રીયલ એસ્ટેટના પ્રોજેકટમાં ૧૦ ટકા અવા ૧૦૦ જેટલા ગ્રાહકો તૈયાર થાય તો જ નાદારીની પ્રક્રિયા આગળ ધપાશે તેવા નિયમો ઘડી કઢાયા છે. ઘણી વખત એક ગ્રાહક પણ જો નેશનલ કંપની લો-ટ્રીબ્યુનલમાં ઈન્સોલવેન્સી એન્ડ બેંક કરપ્સી કોડ હેઠળ પગલા લેવાની માંગણી કરે તો પરિસ્થિતી વણસી જાય છે. આવા કેસમાં બન્ને તરફે નુકશાન થતું જોવા મળે છે.
નાદારીની પ્રક્રિયા પહેલા ઘણી વખત ગ્રાહકો જે તે કંપનીના શેર લઈને ફસાઈ જતા હોય છે. આવા કિસ્સામાં પણ તાજેતરમાં સરકારે કેટલાક સુધારા કર્યા હતા. હવેથી કંપનીના પ્રમોટર ઉપર કેટલું દેવું છે તે પણ હોલ્ડર્સની સમક્ષ જાહેર કરવું પડશે જેનાથી લાંબાગાળા બાદ કંપની ખોટમાં જાય અથવા નાદાર થાય તેવી સ્થિતિમાં સ્ટ્રેક હોલ્ડર ફસાય નહીં.