મોદી સરકારના નેતૃત્વથી ભારત ફરીથી ‘સોને કી ચીડીયા’ બનશે- પિયુશ ગોયેલ
જીએસટીની અમલવારીથી ટેકસમાં વધારો થયો પરંતુ તેના લોંગ ટર્મ ફાયદાઓ પણ છે. નાણામંત્રી પિયુશ ગોયલે જણાવ્યું હતું કે, રેવન્યુ વધારી અર્થતંત્રના નિયંત્રણ માટે સરકાર જીએસટી દરોમાં ફરી એક વખત ઘટાડો કરવાની તૈયારીમાં છે. લોકસભામાં સંબોધતા ગોયલે જણાવ્યું કે, જીએસટી માટે ૪ નવા બીલમાં સુધારા કરવાની અરજીને મંજુરી આપવામાં આવી છે. તેમની ૪૫ મિનિટની સ્પીચમાં કોંગ્રેસના સભ્યએ એન્ટી ગર્વનમેન્ટ સ્લોગનને લઈને દખલ કરી હતી. જેમાં નવી પાર્લામેન્ટ કમિટીથી લઈને રફેલ જેટ ફાઈટરની ડિલ સહિતનાં વિવાદોના મુદા ઉઠાવવામાં આવ્યા હતા.
મંત્રીએ જણાવ્યું હતું કે, જીએસટી કાઉન્સીલે છેલ્લા રાઉન્ડમાં ઘણી આઈટમો અને સર્વિસ પરના રેટ ઘટાડયા છે. અમે ઈનડાયરેકટ ટેકસથી ગ્રાહકોનું ભારણ ઘટાડવા માંગીએ છીએ. સેનેટરી નેપકીન સહિતની ૧૮૬ આઈટમો અને ૯૯ સર્વિસને જીએસટીમાંથી મુકિત આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર દેશના ફિસકલ ટાર્ગેટથી પણ જીએસટી વસુલવા સક્ષમ છે.
ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે. આઈએમએફમાં સતત વધારો થઈ રહ્યો છે તો રોકાણકારોની સંખ્યા પણ વધી રહી છે. ભારતને ‘સોને કી ચીડીયા’ કહેવામાં આવતું હતું હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીથી વિશ્ર્વ આખુ વિશ્ર્વાસ કરશે કે ભારત ફરીથી સોને કી ચિડિયા બની શકે છે. સરકારે કરેલા પરિવર્તનોથી વિશ્ર્વભરને અનેક ફાયદાઓ થયા છે. કોંગ્રેસ પર આરોપ લગાડતા મંત્રી જણાવે છે કે, કોંગ્રેસ કયારેય રાષ્ટ્રીય સુરક્ષા અંગે ગંભીર થયુ નથી, જે તમે ન કરી શકયા તે મોદી સરકારે કરી બતાવ્યું છે.