ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઈક કરી, એન્ટી કરપ્શન ટ્રેપ ખૂબ વધી તેનો અર્થ એ નથી કે ભ્રષ્ટાચાર વધ્યો છે… હા! ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી તેજ બની છે!: વિજયભાઈ રૂપાણી
પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાનાં ચાર આધારસ્તંભો પર ગુજરાતનાં ખૂણેખૂણાનાં વિકાસ માટે પ્રતિબદ્ધ રાજ્યનાં યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ફેસબુક પેઈજનાં માધ્યમ દ્વારા જણાવ્યું છે કે, દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાત કરી હતી કે “હુ ખાતો નથી કે ખાવા દેતો પણ નથી” આમ, ભ્રષ્ટાચાર સામે ખૂલ્લો જંગ અને એની લડાઈની શરૂઆત થઈ. આપણે પણ એ રસ્તે જ ચાલ્યા. અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવે, ભ્રષ્ટ અધિકારીઓ ઉપર પગલાં લેવાય અથવા તો સિસ્ટમમાં સુધારો કરી શકાય તે માટે રાજ્ય સરકારે ખૂલ્લો જંગ માંડ્યો છે. સરકાર કટિબદ્ધ છે. અમારી સરકાર ચાર પાયા પર ચાલે છે તેમાનો એક પાયો ટ્રાન્સપરન્સી છે, પારદર્શકતા. કોઈ વ્યક્તિગત એજન્ડા નથી અમારા.. ઈમાનદારીથી, પ્રમાણિકતાથી કામ કરીએ છે અને વ્યવસ્થામાં સુધારો લાવવાનો પ્રયત્ન કરીએ છે.
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની ફાસ્ટ ટ્રેક ગવર્નન્સનાં થોડાક દાખલા આપતા જણાવ્યું કે, સૌ પ્રથમ આપણે એન્ટિ કરપ્શનને ખૂબ મજબૂત બનાવ્યુ છે. એક મોટી ટિમ પણ બનાવી છે અને સીબીઆઈની જેમ લિગલ એડવાઇઝર્સ પણ રાખ્યા છે. ભ્રષ્ટાચાર પરની ટ્રેપ અને એસસીબીનાં દરોડાનો પણ વ્યાપ વધાર્યો છે. ઘણા વિરોધીઓ ટીકા કરે છે કે આટલા બધા ભ્રષ્ટાચારો પકડાયા તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. અરે… ભાઈ… ભ્રષ્ટાચારીઓને પકડીને ભ્રષ્ટાચાર નાથવાનો પ્રયત્ન છે. ભ્રષ્ટ્રાચારીઓને ન પકડવા અને બધુ ચલાવવું એવા અમે કાયર નથી અને આ અમારો નિર્ણય છે, આ ભ્રષ્ટાચાર રોકવો હશે તો કડકમાં કડક વ્યવસ્થા બનાવી પડશે.
ટેકનોલોજીનો ઉપયોગ કરીને સીસ્ટમને સુધારવાના પ્રયત્નો કર્યા છે. અને બધાને ખબર છે, આપણે સૌ પ્રથમ મહેસૂલમાં સહુથી પ્રથમ ઓનલાઈન આખી વ્યવસ્થા ઉભી કરી છે. એનેમાં ખૂલ્લા ભ્રષ્ટાચાર હતા. બિનખેતી કરાવામાં જિલ્લા પંચાયતમાં શું ચાલતું હતું તમને અને મને ખબર છે. વાર દીઠ ભાવ હતો, ખૂલ્લો ભ્રષ્ટાચાર હતો. આપણે એ પાવર ખેંચી લીધા, અને અહીંયા બધુ જ કલેક્ટરમાં ઓનલાઈન કર્યું અને એવી સિસ્ટમ કરી છે. ઓનલાઈન ગાંધીનગરમાં આખો સેટ ઉભો કર્યો અને આઠ અધિકારીને પ્રિપેર કર્યા છે. અધિકારીને ખબર ન હોય. કોર્ડિંગ સિસ્ટમ લાગુ પડી ગઈ છે. અરજદારને પણ ખબર નથી મારી અરજી કોની પાસે ગઈ, પ્રીમિયમ નક્કી કરવું ઓનલાઈન, વારસાઈ નક્કી કરવી ઓનલાઈન, સાતબારમાં નામો ચડાવા હોય તો ઓનલાઈન, આખી પ્રક્રિયાને આપણે ઓનલાઈન કરી અને એમાં આપણે સુધારા કરી રહ્યાં છે. હજી પણ કોઈ નાની મોટી ફરિયાદો હશે પણ એક સિસ્ટમ ચાલુ થઈ છે. આજ નહીં તો છ મહીને તેમાં સુધારા થઈને આપણે સંપૂર્ણ ટ્રાન્સપ્રન્સી સાથે આગળ વધી રહ્યાં છે. એવી જ રીતે નકશા પાસ કરાવવા.. માણસ થાકી જાય, કામ પતે નહીં, વચેટિયાઓ સક્રિય બને એને રોકવા માટે પણ ઓનલાઈન નકશા લો રાઈસ બિલ્ડિંગ સુધીના તમામ નકશાઓ ઓનલાઈન વ્યવસ્થા કરી છે. સીધી અરજી કરો સીધી તમને પરમિશન મળે.. ધીરે ધીરે ફેસલેસ વ્યવસ્થા કરવી છે જેથી કોઈને કોઈના મોઢા જોવાની જરૂર ન પડે અને મેકેનિઝમ ટેકનોલોજીથી સીધી મંજૂરીઓ મળે.
એક પાયાના કાર્યકરથી લઈને ગુજરાતનાં સૂત્રધાર સુધીની સફર દરમ્યાન વિકાસ અને જનહીતના ઉદ્દેશ માટે મૂલ્યનિષ્ઠ રાજનીતિનો નવો અધ્યાય શરૂ કરનાર વિજયભાઈ રૂપાણીએ આગળ કહ્યું કે, તમને બધા ને ખબર છે કે ખનિજ કે પછી રેતીનાં લીઝ હોય કે પથ્થરની લીઝ હોય કે લિગ્નાઇટની લીઝ હોય પછી ગમે તે ધાતુની લીઝ હોય.. આપણે તમામ ઓનલાઈન ટેન્ડરિંગ કર્યું છે. ડ્રોનથી સર્વે કરીને ડ્રોનથી જ્યાં ખનિજની ચોરી થતી હોય છે એને પકડીએ છે અને હવે બધા ટેન્ડરો, બધી લીઝની ઓનલાઈન વ્યવસ્થા કરીને આપણે ફાળવીએ છીએ. પારદર્શકતા સાથે બહું મોટુ કામ એમાં ગુજરાતે કર્યું છે. આરટીઓમાં ચેકપોસ્ટ પર શું ચાલતું હતું એ ખબર છે આપણે ચેકપોસ્ટ એબોલીસ કરી, કાઢી જ નાખી. આપણી આવક ઘટી જશે પરંતુ ભ્રષ્ટ્રાચારની આવક બંધ થઈ ગઈ અને આપણી આવકમાં એકવીસ ટકાનો વધારો થયો. લોકોને ભ્રષ્ટાચાર ગમતો નથી, લોકો સિમ્પલી કામ કરવા તૈયાર છે, વ્યવસ્થામાં બદલાવ જોઈએ, વ્યથા નહીં. વ્યવસ્થા જોઈએ એ સરકારનો મંત્ર છે. વ્યથામાંથી વ્યવસ્થાનું નિર્માણ કરી રહ્યાં છે આપણે. આપણે બધાને ખબર છે શિક્ષકો અને બાળકોની હાજરીને બધુ લોલમલોલ ચાલતું હતું, ઓનલાઈન વ્યવસ્થા કરી અને હાજરીમાં મોટો વ્યાપક વધારો થયો છે. શિક્ષણની વ્યવસ્થા પણ સુધરી છે. આપણે દરેક ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિક સીટી ડ્યુટીની માફી અને એમાં એમનેય સબસીડી એને પણ ઓનલાઈન.. દરેક યોજના કોઈ રોકડા રૂપિયા નહીં ડાયરેકટ બેન્ક ટ્રાજેક્શન.. વચમાં વચેટિયા કે કોઈ નહીં. સીધા પૈસા લાભાર્થીનાં ખાતામાં જાય. હમણાં ખેડૂતોનું પેકેજ જાહેર કર્યું, ત્રણ હજાર આઠસો કરોડનું ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ઓનલાઈન રજિસ્ટ્રેશનનાં આધાર ઉપર સીધા ખાતામાં પૈસા.. આખી વ્યવસ્થા ટ્રાન્સપરન્ટ.. આ આખી વ્યવસ્થાઓ બનાવીને આપણે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી રહ્યાં છે. હજુ પણ વ્યાપક સુધારા લાવી રહ્યાં છે.
કરૂણા અભિયાનથી અબોલ પશુપંખી માટેની કાળજીથી માંડીને જનજનની સુરક્ષા અને સુખાકારીની શ્રેણીબદ્ધ યોજનાઓ સંવેદનશીલતા અને દૃઢ નિર્ણાયકતાથી લેનારા, ભ્રષ્ટાચાર ઉપર જબરજસ્ત આક્રમણ કરીને રાજ્યની આર્થિક પરિસ્થિતિને વધુ સુદૃઢ બનાવનારા, મહેસૂલી કાયદાઓમાં મોટાપાયે જનહીંતલક્ષી પરિવર્તનો કરી રાજ્યના સામાન્ય જનની સુખાકારીને પ્રાધાન્ય આપનારા, કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, યુવાનોનું કૌશલ્ય નિર્માણ અને નારી સશક્તિકરણના ક્ષેત્રને છેલ્લા સાડા ત્રણ વર્ષોમાં વેગ આપનારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંતમાં જણાવ્યું કે, સીએમ ડેસ બોર્ડમાં ચોત્રીશોથી વધુ એન્ડીકેટરો અને સીધુ હું મોનિટર કરી રહ્યો છું, ઝડપથી લોકોને લાભ મળે, ઝડપથી બધો વહિવટ ચાલે, ટ્રાન્સપ્રન્સી ચાલે અને એમાં આપણે વ્યાપક પરિવર્તન કરી રહ્યાં છે, મારી અપેક્ષા છે કે લોકો સાથ અને સહકાર આપે અને એક એવી સુંદર વ્યવસ્થા બનાવીએ કે લોકોને લાગે કે હવે મારી બધી પરેશાની દૂર થઈ ગઈ છે. અને મારા બધા કામ ચાલી રહ્યાં છે.એવી વહિવટ વ્યવસ્થા આપણે ગુજરાતમાં નિર્માણ કરવી છે.