એક તરફ કોરોનાએ નવું વરવું સ્વરૂપ ધારણ કરતાં પરિસ્થિતિ વધુ કથળતી જઇ રહી છે. તો બીજી તરફ કોરોનાનો વાયરસ સોશિયલ મીડિયામાં ખોટી રીતે “વાયરલ” થતાં લોકોમાં વધુ ડર પ્રસરી રહ્યો છે. કોરોનાને લીધે તો ઠીક પરંતુ તેના બિહામણું સ્વરૂપ અને ડરના કારણે જ લોકો વધુ નકારાત્મક થઈ રહ્યા છે. અને એમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ફાળો છે જેને કાબુમાં લઈ કોરોના પરિસ્થિતિ સંબંધિત ફેલાતા ખોટા ન્યુઝ, પોસ્ટ અને ક્ધટેન્ટને રોકવા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કોરોનાના કુપ્રચાર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તૂટી પડવા સરકારે આદેશ જારી કર્યા છે. વોટ્સએપ, ફેસબુક ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કેન્દ્ર સરકારે એડવાઈઝરી જારી કરી જણાવ્યું છે કે તેઓએ પોતાના પલવટફોર્મ પર ન્યુઝ અને
ખોટી માહિતી ફેલાતી રોકવી જોઈએ. કોવિડ મહામારી સામે યુઝર્સ અને તમામ લોકોમાં જાગૃતતા આવે તેવા પ્રયાસો કરવા જોઈએ. જો કોઈ યુઝર્સ ખોટી માહિતી ફેલાવી ભય ઉભો કરે છે તો તેની સામે તાત્કાલિક પગલા લઇ તેનું અકાઉન્ટ પર જ રદ કરવું જોઈએ તેમ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈ ટી મંત્રાલયએ જણાવ્યું છે.