રાજકોટની તમામ સરકારી કચેરીઓમાં 30 થી વધુ દિવસનો સીસી ટીવીનો ડેટા સંગ્રહિત થતો હોવાનું ‘અબતક’ના રિયાલીટી ચેકમાં સામે આવ્યું
રાજકોટ એટલે એક રંગીલું શહેર છે પરંતુ આ રંગીલા શહેરને વધુ રંગીન બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારે પગલાં લેવા અનિવાર્ય છે. રાજકોટ ખાતે અનેકવિધ કચેરીઓ આવેલી છે પરંતુ જરૂરી વાત એ પણ છે કે ઘણી કચેરીઓમાં સીસીટીવી કેમેરા લાગેલા છે તો ઘણી એવી સરકારી જગ્યાઓ છે જ્યાં એક પણ સીસીટીવી લાગેલા નથી ત્યારે પ્રશ્ન સૌથી મોટો એ ઉદ્ભવી થતો હોય કે જો સીસીટીવી લાગેલા ન હોય તો કોઈ પણ ગેરરીતિ થાય તો તેની જવાબદારી કોની સરકાર શું કામ ગંભીર મુદ્દાને ધ્યાને લેતી નથી ?
અનેક સરકારી કચેરીઓ એવી પણ છે કે જ્યાં સીસીટીવી લગાવવામાં આવેલા હોય પરંતુ તેની દેખરેખ કોઈ અન્ય વ્યક્તિ કરતું હોય તેનો અતોપતો પણ હોતો નથી જી હા બહુમાળી ભવન ખાતે બંને તરફ એટલે કે કોર્ટ સાઈડ અને એસબીઆઇ બેન્કના ભાગ તરફ સીસીટીવી લાગેલા છે પરંતુ તેનું જે કમાન્ડોઝને કંટ્રોલીંગ જે વિભાગ પાસે હોવું જોઈએ તે વિભાગમાં અધિકારી સતત ગેરહાજર રહેતા હોવાથી તે જગ્યાનો ડેટા રેકોર્ડ થાય છે કે કેમ તે પણ સૌથી મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હોવાથી રાજકોટના સર્કિટ હાઉસમાં એક પણ પ્રકારે કેમેરા લગાવવામાં આવ્યા નથી જ્યારે દરેક સરકારી અધિકારીને એ વાતનો ખ્યાલ છે કે સર્કિટ હાઉસમાં રાજકીય નેતાઓની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ રહેઠાણ અથવા તો કામ અર્થે આવતા હોય છે ત્યારે તે તમામ લોકોની સુરક્ષાનું શુ ? રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરનામું પણ પ્રસારિત કરવામાં આવ્યું છે કે જરૂરી તમામ સરકારી કચેરીઓ અને મહત્વપૂર્ણ જગ્યા ઉપર સીસીટીવી લગાવવામાં આવા જોઈએ પરંતુ તે હજુ સુધી લાગેલા ન હોવાથી અનેક વિવિધ પ્રશ્નો ઉદભવી થઈ રહ્યા છે અને લોકોની સાથોસાથ જે તે કચેરીની સુરક્ષા પણ જોખમાય છે આ અંગે કોંગ્રેસના ધરમભાઇ કાંબલીયા દ્વારા અરજી પણ કરવામાં આવેલી છે.
એક તરફ પોલીસ કમિશનર કચેરી દ્વારા હાઇવે પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે કે જે રાજકોટના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને ઉપર અત્યંત આધુનિક કેમેરાઓ લગાવેલા છે જેથી દરેક લોકોની હિલચાલ ઉપર ખબર રહે પરંતુ સરકારી કચેરી કે જ્યાં લોકોની અવરજવર સૌથી વધુ હોય ત્યાં જજો સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા ન હોય અથવા તો સીસીટીવી લાગેલા હોય પરંતુ તેની યોગ્ય દેખભાળ કરવામાં આવતી હોય તો ઘણા ખરા પ્રશ્નો સુરક્ષાને લઈને ઊભા થતાં હોય છે ત્યારે રાજકોટમાં ઘણી એવી સરકારી કચેરીઓ છે કે જ્યાં હજુ પણ સીસીટીવી લાગેલા નથી અને જો સીસીટીવી લાગેલા હોય તો તેનું કમાન્ડ કોની પાસે છે તે અંગેની સ્પષ્ટતા પણ હજુ સુધી થઇ શકી નથી જે ખરા અર્થમાં અયોગ્ય કહેવાય
આવકવેરા વિભાગ અને જીએસટી કેમેરાથી સુસજ્જ
અબતક દ્વારા જ્યારે વિવિધ સરકારી કચેરીઓમાં જય તપાસ કરવામાં આવી કે કચેરીમાં સીસીટીવી લાગેલા છે કે કેમ ત્યારે આવકવેરા વિભાગ અને એસ.ટી.વિભાગ સીસીટીવીથી સજ્જ છે અને ત્યા આવતા જતા દરેક લોકો ની યોગ્ય રીતે એન્ટ્રી પણ કરવામાં આવતી હોઈ છે . કુછ નહિ વિઝ્યુઅલ ફૂટેજ પણ એકથી દોઢ મહિના સુધીના રાખવામાં આવતા હોય છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં ન આવે અને જો કોઈ બેદરકારી અથવા તો કોઇ જે રીતે કરવાનું સાહસ પણ કરે તો તે સીસીટીવીમાં કેદ થઈ જતું હોય છે કારણ કે સેન્ટ્રલ એજન્સી માં ઘણા ખરા દસ્તાવેજો અને ઘણીખરી ચીજ વસ્તુઓ ખૂબ જ કોન્ફિડેન્સીયલ હોવાથી વિભાગ સંપૂર્ણ સીસીટીવીથી થી સુસજ્જ થયું છે.
બહુમાળી ભવનમાં કેમેરા તો છે પરંતુ અધિકારી ગેરહાજર
રાજકોટની ભાગોળે આવેલા બહુમાળી ભવન માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને લેબર કોર્ટ બંને તરફ કેમેરા લાગેલા છે પરંતુ તેની જાળવણી અને તેનું નિયંત્રણ અધિકારી દ્વારા કરવામાં આવતું હોય છે તે સતત કચેરીમાં ગેરહાજર નજરે પડે છે. બહુમાળી ભવનમાં મેન્ટેનન્સ ઓફિસ હોવા છતાં પણ અધિકારીઓ એસી ચાલુ રાખીને ક્યાં વયા જતા હોય છે તેનો સહેજ પણ ખ્યાલ નથી. તો સાથોસાથ આ કચેરીમાં જો કોઈ પણ પ્રકારે ગેરરીતિ અથવા તો કોઈ બનાવ બને તો તેની જવાબદારી કોના શિરે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે.
પોલીસ કમિશ્નર કચેરી કુલ 9 સીસીટીવી, 30 દિવસનું સ્ટોરેજ
રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીમાં કુલ 9 કેમેરાથી બાજ નજર રાખવામાં આવે છે. 9 કેમેરા પૈકી 4 થકી એન્ટ્રી પોઇન્ટ, પોલીસ કમિશ્નર ચેમ્બરનું પરિસર, પાર્કિંગ એરિયા તેમજ પાછળના ભાગના પરિસર પર નજર રાખવામાં આવે છે. આ ઉપરાંત અન્ય પાંચ કેમેરા કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર તેમજ ટ્રાફિક ક્ધટ્રોલ રૂમ ખાતે કાર્યરત છે. આ તમામ કેમેરાના ફૂટેજ 30 દિવસ સુધી સ્ટોર કરવામાં આવે છે. મહત્વપૂર્ણ બાબત છે કે, રાજકોટ શહેરમાં નેત્રમ પ્રોજેકટ લગાવવામાં આવેલા તમામ કેમેરાનું સ્ટોરેજ પણ 30 દિવસનું છે એટલે કે 30 દિવસ બાદ ફૂટેજ શોધવા અતિ કઠિન બની જાય છે.
સરકાર પાસે પૂર્વ મંજૂરી લઈસર્કિટ હાઉસ ખાતે સીસીટીવીનું કાર્ય હાથ ધરાશે
રાજકોટ કાર્યપાલક ઈજનેર કચેરી દ્વારા સરકાર પાસે રાજકોટના સર્કિટ હાઉસમાં સીસીટીવી માટેની નાયબ કાર્યપાલકે માંગ કરી છે.સરકાર પાસે તેઓ પૂર્વ મંજૂરી લેવાની તૈયારી કરી રહ્યા છે.ત્યારબાદ તેમના જ વિભાગ દ્વારા ત્યાં સીસીટીવી ગોઠવવામાં આવે તેવી પણ તૈયારીઓ તેમના દ્વારા હાથ ધરાશે.જેના અંતર્ગત હાલ તેઓ મંજૂરી મેળવવાના કાર્યમાં છે ત્યારબાદ સર્કિટ હાઉસમાં સીસીટીવી લાગે તેવી પ્રક્રિયા પર ભારપૂર્વક કામગીરી શરૂ કરશે.
જિલ્લા સેવા સદનમાં પણ છે સીસીટીવી
અબતક દ્વારા જ્યારે વિવિધ સરકારી કચેરીઓમાં જય તપાસ કરવામાં આવી કે કચેરીમાં સીસીટીવી લાગેલા છે કે કેમ ત્યારે જિલ્લા સેવા સદનમાં સીસીટીવીથી સજ્જ છે. અને ત્યા આવતા જતા દરેક લોકો ની યોગ્ય રીતે એન્ટ્રી પણ કરવામાં આવતી હોઈ છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં ન આવે અને જો કોઈ બેદરકારી અથવા તો કોઇ જે રીતે કરવાનું સાહસ પણ કરે તો તે સીસીટીવીમાં કેદ થઈ જતું હોય છે. નાગરિકોની સેવા માટેની તમામ કામગીરી તેમના હકની અને અગત્યના ડોક્યુમેન્ટની પણ કામગીરી જિલ્લા સેવાસદનમાં થતી હોય છે ત્યારે તેને લઈને ગંભીરતાપૂર્વક તેમજ શિસ્તબંધ કામ કરવામાં આવતું હોય છે.
રૂડા કચેરી સીસીટીવીની નજર હેઠળ
અબતક દ્વારા જ્યારે વિવિધ સરકારી કચેરીઓમાં જય તપાસ કરવામાં આવી કે કચેરીમાં સીસીટીવી લાગેલા છે કે કેમ ત્યારે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ(રૂડા) સીસીટીવીથી સજ્જ છે. અને ત્યા આવતા જતા દરેક લોકો ની યોગ્ય રીતે એન્ટ્રી પણ કરવામાં આવતી હોઈ છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરવામાં ન આવે અને જો કોઈ બેદરકારી અથવા તો કોઇ જે રીતે કરવાનું સાહસ પણ કરે તો તે સીસીટીવીમાં કેદ થઈ જતું હોય છે. રૂડા અંતર્ગત આવતા ગામડાઓના વિકાસની કામગીરી કચેરી ખાતેથી કરવામાં આવતી હોય છે ત્યારે અર્બન ડેવલોપમેન્ટ માં જે ટાઉન પ્લાનિંગ થી લઇ અને સર્વે કરવામાં આવતા હોય છે તેવા તમામ ડોક્યુમેન્ટની પણ જાળવણી કચેરી ખાતે કરવામાં આવતી હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના વિકાસમાં રૂડા સહભાગી બને છે.