રાજસ્થાન સરકાર દ્વારા ધરોઈ ડેમમાં પાણી લાવવા માટે બે ડેમ બનાવવા ટેન્ડર અપાયું
રાજસ્થાનની ગહેલોત સરકારે ધરોઈ ડેમમાં પાણી લાવવા માટે બે ડેમ બનાવવા ટેન્ડરિંગ કરી દેવાયું છે આગામી ત્રણ વર્ષની એ સમય મર્યાદામાં બંને નદી ઉપર દોઢ કિલોમીટર લાંબો તેમજ ૨૦૦ ફૂટ ઊંચાઈ ધરાવનાર જળાશયનું નિર્માણ પૂરું કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવા ૨૫૦૦ કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જ્યારે ધરોઈ ડેમનો મુખ્ય સ્ત્રોત રાજસ્થાનનું પાણી છે અને કેન્દ્ર સરકારનો હિસ્સો પણ આ બંને ડેમ માટે હોઈ શકે છે જેથી જળ સંપતિ નવી દિલ્હી ખાતે તપાસ કરી માહિતી મેળવવા અપીલ કરી હતી .
ધરોઈ ડેમમાં પાણી લાવતી સાબરમતી અને સેય નદીના પ્રવાહ પર અવરોધ સર્જાતા બંને નદીમાં પાણીની આવક જ નહીં થાય.ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓના ૩૦ થી વધુ મોટા શહેરો તેમ જ ૮૦૦ ગામડાઓ માટે પીવાના તેમજ સિંચાઈના પાણીની સમસ્યા સર્જાય શકે છે. રમણલાલ વોરાએ વધુમાં જણાવ્યું હતું કે આ અંગે વિધાનસભામાં પણ ચર્ચા કરી હતી અને હવે મારી વેદના ઉડીને આંખે વળગી છે ત્યારે તેમણે રાજ્ય સરકારને જરૂરી સૂચનો પણ કર્યા છે. જેમાં હાલ નર્મદા ડેમમાંથી ધરોઈમાં પાણી નાખવામાં આવે છે પરંતુ તેની માત્રા ઓછી છે અને જો ઉપરવાસમાં બે ડેમ બની જશે તો ધરોઈ માં પાણીની આવક થઈ શકેશે નહિ. તો આવા સંજોગોમાં નર્મદાનું પાણી વધારે માત્રામાં નાખવાંમા આવે. જેવી વિવિધ પ્રકારની ખેડૂતોના હિતમાં ધારદાર રજૂઆત રાજ્ય સરકાર સાથે કરી હતી.
સંજય દિક્ષિત