વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાની હાઈકમીશનના અધિકારીને સમન્સ ફટકારાયું
જમ્મૂ કાશ્મીરના નગરોટામાં પાકિસ્તાની આતંકવાદીઓના ષડ્યંત્રનો પર્દાફાશ થયો અને ભારતીય સેનાએ ચાર આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા. જોકે પાકિસ્તાની આતંકવાદી હજુ પણ આવી હરકતો કરી શકે છે જેની ગંભીરતાને જોતા ભારત સરકાર પણ એક્શનમાં આવી છે.
વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાની હાઈકમીશનના અધિકારીને સમન્સ આપવામાં આવ્યું છે. ભારતે પાકિસ્તાનને ફટકારતા કહ્યું કે પાકિસ્તાની તેની જમીન પર આતંકવાદીઓને પાળવાનું બંધ કરે.
નોંધનીય છે કે ગઈકાલે પીએમ મોદીએ આ મુદ્દે જ હાઈલેવલ બેઠક યોજી હતી. પીએમ મોદીએ આ બેઠક બાદ કહ્યું હતું કે ભારતની સેનાએ મોટી તબાહી મચાવનાર પ્રયત્નોને વિફળ કર્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે આપણા સુરક્ષા દળોએ ફરીવાર બહાદુરીનું પ્રદર્શન કર્યું છે. નોંધનીય છે કે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને અજિત ડોભાલ સહીતના અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.