વૈશ્વિક માંગ માઇનસમાં : યુરોપ અને યુ.કેમાં સ્ટીલની માંગમાં ઘટાડો !!! ભારતમાં હાલ સ્ટીલનો પ્રતિ ટનનો ભાવ 55 હજાર રૂપિયા જેમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો
સ્ટીલના ભાવમાં હાલ જે રીતે ભાવ વધારો જોવા મળ્યો છે. ધ્યાને લઈ દરેક નિકાસકારો એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે કે નિકાસ ડ્યુટીમાં ધરખમ ઘટાડો કરવામાં આવે અને જેથી નિકાસ પૂર્ણત: શક્ય બની શકે.
આ વાતને ધ્યાને લઈ સરકારે સ્ટીલના નિકાસને પ્રોત્સાહન મળી રહે તે માટે ડ્યુટીમાં ઘટાડો કર્યો છે અને વૈશ્વિક માંગમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ફરી જો સ્ટીલના ભાવમાં વધારો આવશે તો સરકારે એક્સપોર્ટ ડ્યુટી ને ફરી ધ્યાને લેવી પડશે.
સરકાર દ્વારા હાલ લેવામાં આવેલા નિર્ણયના કારણે સ્ટીલમાં સહેજ અંશે વધારો કરાશે અને ભાવમાં 10 થી 15 ટકાનો ઘટાડો આવે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે જે અંગે ભારતની જાણીતી સ્ટીલ કંપનીઓએ જણાવ્યું છે. પ્રકાશ દ્વારા જે ડ્યુટી ઘટાડવામાં આવી છે તેનાથી ટાટા સ્ટીલ અથવા તો સેલ કંપનીના શહેરોમાં કોઈ વધારો કે ઘટાડો નોંધાયો નથી. સરકારે સ્ટીલ ડ્યુટીમાં બદલાવ ચાલુ વર્ષના મે મહિના દરમિયાન કર્યો હતો ત્યારે આવનારા સમયમાં આ ડ્યુટી વધુ ઘટાડવામાં આવે તેવી હાલ સ્પષ્ટતા થઈ રહી છે અને તે દિશામાં કાર્ય પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
વૈશ્વિક ફલક ઉપર યુરોપ અને યુકેની જો વાત કરવામાં આવે તો ઘણા બદલાવ આવ્યા છે અને માંગમાં પણ અનેક અંશે ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2022માં વૈશ્વિક માંગમાં માઇનસમાં આવતા ઘણા પ્રશ્નો ઊભા થયા છે. ભારતની વાત કરવામાં આવે તો પ્રતિ ટન સ્ટીલ નો ભાવ 55 હજાર રૂપિયા હાલ જોવા મળે છે જે 20 થી 22% ગત વર્ષની સરખામણીમાં ઓછો છે. યુરોપમાં પણ 40 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. તરફ ચાઇના ના સ્ટીલના ભાવમાં પણ 30 ટકા નો ઘટાડો નોંધાયો છે.