એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ સ્પેસમાં ગુગલે મજબૂત હાજરીનો ગેરલાભ લીધો હોવાના આરોપસર સીસીઆઈની કાર્યવાહી
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા ગૂગલને રૂ. 1,338 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોએવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગૂગલે એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ સ્પેસમાં તેની મજબૂત હાજરીનો ગેરલાભ લીધો છે. આ કારણોસર સીસીઆઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે ગૂગલે તેની અન્યાયી વ્યાપારી પ્રવૃત્તિઓ બંધ કરવી જોઈએ અને નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલ શોધવો જોઈએ.
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા એ ગુગલને ખોટી વ્યાપારી પ્રવૃત્તિઓ રોકવા માટે નિર્દેશ આપ્યો છે. આ વિશે માહિતી આપતા, સીસીઆઈએ તેના સત્તાવાર અહેવાલમાં, ગુગલને નિર્ધારિત સમયની અંદર કામ કરવાની રીતને સુધારવાનો આદેશ આપ્યો છે. સીસીઆઈએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ મૂકીને આ જાણકારી આપી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે – મોબાઈલ ડિવાઈસ ઈકોસિસ્ટમમાં માર્કેટમાં તેની સ્થિતિનો ખોટો ફાયદો ઉઠાવવા માટે એન્ડ્રોઈડ ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે.
ગૂગલ એન્ડ્રોઇડ સ્માર્ટફોનને નિયંત્રિત કરે છે અને તેની સાથે અન્ય કંપનીઓને પણ લાયસન્સ આપે છે. ગુગલની ઓપરેટિંગ સિસ્ટમ્સ અને એપ્લિકેશન્સનો ઉપયોગ ઓઇએમ દ્વારા તેમના મોબાઇલ ઉપકરણો માટે કરવામાં આવે છે. હાલમાં ઓપરેટિંગ સિસ્ટમ, સિસ્ટમ અને એપને લઈને અનેક પ્રકારના કરારો થઈ રહ્યા છે. આ કરાર મોબાઈલ એપ્લિકેશન ડિસ્ટ્રિબ્યુશન એગ્રીમેન્ટ તરીકે ઓળખાય છે.
આ પહેલીવાર નથી કે જ્યારે ગૂગલ પર આવો દંડ ફટકારવામાં આવ્યો હોય. સીસીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે આ પહેલા વર્ષ 2018માં પણ ગૂગલ પર 135.86 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગત વખતે પણ તેના પદનો દુરુપયોગ કરવા બદલ ગૂગલ પર આરોપ લગાવવામાં આવ્યો હતો.