દિવાળીના તહેવારોમાં ઘંઉ અને ચોખા મળી કુલ પાંચ કિલો વધારાનું અનાજ વિનામૂલ્યે અપાશે
ભારત સરકાર દ્વારા કોવિડ-19નીમહામારીના લીધે કોઈ પણ ગરીબ વ્યક્તિ/પરિવારને ભૂખ્યુ ન રહેવુ પડે અને તમામ જરૂરિયાત મંદોને પૂરતુ અન્ન મળી રહે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (P.M.G.K.A.Y.) ને એપ્રિલ – 2020માં જાહેર કરવામાં આવેલ છે.
P.M.G.K.A.Y.અંતર્ગત સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા -2013 (ગ.ઋ.જ.અ.) હેઠળ સમાવિષ્ટ અંદાજીત 71 લાખ કુટુંબોની 3.48 કરોડ જનસંખ્યાને તેઓને મળવા પાત્ર રાહત દરના અનાજ ઊપરાંત, વ્યક્તિ દિઠ 5કિ.ગ્રા. વધારાના અનાજના વિનામૂલ્યે વિતરણનો લાભ મળે છે. ગુજરાત રાજ્યમાં પ્રતિ વ્યક્તિ 3.5 કિ.ગ્રા ઘઉં અને 1.5કિ.ગ્રા ચોખા મળીને કુલ 5 કિ.ગ્રા અનાજનું વિનામૂલ્યે વિતરણ કરાયેલ છે.
P.M.G.K.A.Y. – તબક્કા-1 હેઠળ – માહે એપ્રિલ, મેઅનેજુન-2020 એમ ત્રણ માસ માટે અને P.M.G.K.A.Y. – તબક્કા-2 અંતર્ગત માહે જુલાઇ-2020 થી નવેમ્બર-2020 એમ પાંચ માસ દરમ્યાન પ્રતિમાસ વ્યક્તિદીઠ 3.500 કિલો ઘઉં અને 1.500 કિ.ગ્રા. ચોખા મળી કુલ 5 (પાંચ) કિલો અનાજ તેમજ કુટુંબ દીઠ 1કિ.ગ્રા. ચણાનું વિનામૂલ્યે વિતરણ કરાયેલ હતુ.
આમ, એપ્રિલ થી નવેમ્બર-2020 એમ કુલ આઠ માસ દરમ્યાન સરેરાશ 63 લાખ જેટલા લાભાર્થીઓને અંદાજે 12 લાખ મે.ટન જેટલું અનાજ અને 50 હજાર મે.ટન ચણાનું વિતરણ કરાયેલ હતુ.
વર્ષ 2021- 22 દરમ્યાન કોરોનાની બીજી લહેરના કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિના કારણોસર ભારત સરકાર દ્વારા યોજનાને પુન: અમલી બનાવી P.M.G.K.A.Y. – તબક્કા-3 અંતર્ગત માહે મે-2021 અને જૂન-2021, એમ બે મહિના દરમ્યાન તબક્કા-4 અંતર્ગત માહે જુલાઈ-2021 થી નવેમ્બર-2021 એમ પાંચ મહિના અને તબક્કા-5 અંતર્ગત માહે ડીસેમ્બર-2021 થી માર્ચ-2022 સુધીના ચાર મહિના મળી સમગ ્રવર્ષ દરમ્યાન મે-2021 થી માર્ચ-2022 સુધીના કુલ અગિયાર માસ માટે રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-2013 હેઠળ સમાવેશ થયેલ હોય તેવા 70 લાખ રેશનકાર્ડ ધારકોની 3.45 કરોડ જનસંખ્યાને રાહત દરે મળવા પાત્ર નિયમિત રાશનના લાભ ઉપરાંત પ્રતિ માસ વ્યક્તિદીઠ 3.500 કિલો ઘઉં અને 1.500 કિ.ગ્રા. ચોખા મળી કુલ પાંચ (5) કિલો અનાજના વધારા વિનામૂલ્યે રાશનનો લાભ આપવામાં આવેલ છે.
ચાલુ વર્ષ 2022-23 દરમ્યાન ભારત સરકારદ્વારા આયોજનાને વધુ 6 માસ માટે લંબાવીને P.M.G.K.A.Y. તબક્કા-6 હેઠળ એપ્રિલ-2022 થી સપ્ટેમ્બર-2022 સુધી અમલવારી કરવામાં આવી રહેલ છે. ભારત સરકાર દ્વારા P.M.G.K.A.Y. તબક્કા-6 હેઠળ કુલ 10.14 લાખ મે. ટન અનાજની ફાળવણી મળેલ છે.
આ યોજના હેઠળ લાભાર્થીને મળવાપાત્ર નિયમિત રાશનના લાભ ઉપરાંત માહે એપ્રિલ-2022 માસમાં વ્યક્તિદીઠ 3.500 કિલો ઘઉં અને 1.500 કિ.ગ્રા. ચોખા મળી કુલ પાંચ(5) કિલો તથા માહે મે-2022થીસપ્ટેમ્બર-2022 માસ દરમ્યાન વ્યક્તિ દીઠ 1 કિલો ઘઉં અને 4 કિલો ચોખા મળી કુલ પાંચ(5) કિલો અનાજના વધારા રાશનનો લાભ વિનામૂલ્યે લાભ આપવામાં આવેલ છે. જેમાં માહે સપ્ટેમ્બર-2022 સુધી 9.97 લાખ અનાજનું વિનામૂલ્યે વિતરણ થયેલ છે. જેમાં સરેરાશ માસિક 98% જેટલું વિતરણ થયેલ છે.
P.M.G.K.A.Y. તબક્કા-7માહે ઓકટોબર-2022 થી ડિસેમ્બર-2022 સુધી ત્રણ માસ માટે કુલ 5.16 લાખ મે. ટન અનાજની ફાળવણી મળેલ છે. ઓકટોબર-2022નું વિતરણ તા. 15/10/2022થી શરુ થનાર છે. જેમાં માસ દરમ્યાન વ્યક્તિદીઠ 1કિલો ઘઉં અને 4 કિલો ચોખા મળી કુલ પાંચ(5) કિલો અનાજના વધારા રાશનનો વિનામૂલ્યે લાભ આપવામાં આવનાર છે.